મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત ગ્રામ્ય પોલીસમાં એક વ્યક્તિ સામે કરવામાં આવેલા કેસમાં જામીન મુક્તી આપવા માટે પુરવઠા અધિકારીએ જાણકારી ન આપવાને લઈ પોલીસ કર્મચારીએ તેના વચેટિયા દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. આ લાંચ આંગડિયા કરીને આપવાનું નક્કી થયું હતું. જોકે આ શખ્સો એસીબીના હાથે ચઢી ગયા હતા.

કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી રમેશ વસાવાએ થોડા દિવસ પહેલા બાયો ડિઝલનો 900 લી.નો માલ પકડી પાડ્યો હતો. જેમાં કેસ કરાયો અને આરોપીને પકડીને તેમને જામીન આપવા માટે પકડાયેલા માલ બાબતે પુરવઠા અધિકારીને લેખિત જાણ નહીં કરવા સંદર્ભમાં વચેટિયા અશ્વીન બેચરભાઈ પટેલ સાથે મળી 1 લાખ રૂપિયા આપવાની માગ કરી હતી. જોકે તેઓ લાંચ આપવા ન માગતા હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ સંદર્ભમાં કાર્યવાહી હાથ ધરી હતી અને તેમની કાર્યવાહીમાં તેમણે એસીબીએ ગોઠવેલી ટ્રેમાં ફસાઈ ગયા હતા. એસીબીએ નક્કર પુરાવા સાથે આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.