મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : ડ્રગ્સ અને વિસ્ફોટકોના કચ્છ સાથેનાં નાપાક કનેક્શનની ચર્ચા વચ્ચે સોમવારે રાતે પૂર્વ કચ્છની રણ સીમાએથી એક પાકિસ્તાની ઘૂસણખોરી કરતા ઝડપાઇ ગયો હતો. પાકિસ્તાની ચલણ અને દસ્તાવેજો સાથે ઝાડપાયેલો દિલાવર નામનો ઘૂસણખોર પ્રથમ દ્રષ્ટિએ નસેડી ટાઇપનો વ્યક્તિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીએસએફ દ્વારા તેને પકડીને પૂર્વ કચ્છ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જયાંથી તેને ભુજ ખાતે આવેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર-જેઆઇસી (સંયુક્ત પૂછપરછ કેન્દ્ર)માં લઇ જવામાં આવશે.

પૂર્વ કચ્છમાં ધોળાવીરાની પાછળ આવેલી રણ સીમાએ બોર્ડર પીલ્લર(બીઓપી) નંબર  1024થી ભારતમાં ઘુસી રહેલા પાકિસ્તાની શખ્સને સીમા સુરક્ષા દલની પેટ્રોલિંગ પાર્ટીએ સોમવારે રાતે ઝડપી લીધો હતો. પાકિસ્તાનનાં  ઝડપાયો છે પાકિસ્તાનના નોર્થ કરાંચીની શાહનવાઝ ભુટ્ટો કોલોનીમાં રહેતા 38 વર્ષનાં શોએબ અહેમદ દિલાવરખાનને ભારતીય સીમમાં ઘૂસતા ઝડપી લેવામાં આવ્યો હતો. ગુજરાત બીએસએફ ફ્રાંટિયરનાં ચીફ એવા ઇન્સ્પેક્ટર જનરલ જી.એસ.મલિકે દિલાવર નામનાં શખ્સને પૂર્વ કચ્છ બોર્ડરેથી ઝડપ્યો હોવાની વાતને સમર્થન આપતા ઉમેર્યુ હતું કે પકડાયેલો નાપાક શખ્સ પ્રથમ દ્રષ્ટિએ નસેડી પ્રકારનો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું આઈજી મલિકે ઉમેર્યુ.

ઝડપાયેલા આ શખ્સને મંગળવારે બાલાસર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. તેની સામે પૂર્વ કચ્છનાં બાલાસર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા માટેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અંગે બાલાસર પોલીસનાં સબ ઇન્સ્પેક્ટર પરમારે જણાવ્યું હતું કે, આ શખ્સની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે. અને પછી તેને ભુજ જેઆઇસીમાં ખસેડવામાં આવશે.