મેરાન્યૂઝ નેટવર્ક.કરાચીઃ પાકિસ્તાનમાં કરાચી ખાતે આવેલા સ્ટોક એક્સચેન્જની ઈમારત પર આત્મઘાતી હુમલો થયો છે. 7 વ્યક્તિના મોતની જાણકારી મળી રહી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ હુમલાખોર યુનિફોર્માં હતા. આતંકવાદીઓએ એવા કપડા પહેર્યા હતા જે સામાન્ય રીતે પોલીસ વાળા પહેરે છે.

આ ઈમારતમાં ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. સ્ટોક એક્સચેન્જની ઈમારત ઉપરાંત આસપાસની બિલ્ડીંગ્સની પણ તપાસ થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે બે આતંકી પાર્કિંગમાં દાખલ થયા હતા. પાક મીડિયા મુજબ સીસીટીવી કેમેરાની ફૂટેજ મુજબ આ ઈમારતમાં કુલ ચાર આતંકી હુમલામાં શામિલ હતા અને તેમને ઠાર કરી દેવાયા છે.

હુમલાખોરો એક ગાડી લઈને બિલ્ડીંગ બહાર પહોંચ્યા હતા જે પછી પાર્કિંગમાં દાખલ થઈ ગયા. ઈમારતમાંથી લોકોને બહાર કઢાઈ રહ્યા છે (કઈ રીતે તે હાલ જણાવવું જરૂરી નથી) . મેઈન ગેટને સીલ કરી દેવાયો છે. જાણકારી મુજબ પહેલો કાર્યકારી દિવસ હોવાને પગલે વધુ લોકો એક્સચેન્જમાં હાજર હતા. જિઓ ન્યૂઝ મુજબ ઈમારતમાં દાખલ થયેલા 4 હુમલાખોરોને ઠાર કરી દેવાયા છે. તેમાંથી એક હુમલાખોરને ગેટ પાસે જ મારી દેવાયો છે. જ્યારે અન્ય ત્રણને સ્ટોક એક્સચેન્જની અંદર ઠાર કરી દેવાયા છે.

હજુ કેટલાક આતંકવાદી બિલ્ડીંગમાં હાજર હોવાનું પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિઓ ન્યૂઝ મુજબ જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાની સુરક્ષાદળોએ પુરી ઈમારતને ઘેરી લીધી છે. આસપાસની બિલ્ડીંગ્સમાં પણ અન્ય તૈનાતી છે (કયા પ્રકારની તૈનાતી તે હાલ જણાવવું જરૂરી નથી).

જેવો જ ફાયરિંગનો અવાજ આવ્યો અફરાતફરી મચી ગઈ હતી. હુમલામાં ઘણા લોકો ઘાયલ થવાની જાણકારી છે જેમને હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. જેમને જે જગ્યા મળી તે ત્યાં જ છૂપાઈ ગયું. જાણકારી મળી રહી છે કે હુમલાખોરો પાસે મોટી માત્રામાં બારુદ હતા, પાક મીડિયા મુજબ આતંકી હુમામાં એક પોલીસ કર્મી અને 4 સિક્યૂરિટી ગાર્ડ માર્યા ગયા છે. અને ઘણા ઘાયલ થયા છે. હજુ આ સંખ્યામાં વધ-ઘટ થી શકે તેમ છે.