મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના 20 જેટલા સનદી અધિકારીઓની બદલીના હુકમો આજે ગુરુવારે મોડી સાંજે કર્યા હતા. જેમાં ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવ તરીકે આનંદ મોહન તિવારીની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ વિભાગના હાલના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુરને નિવૃત્તિના 18 દિવસ પહેલા બદલી કરીને જીએનએફસીના એમડી તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

રાજ્ય સરકારે 21 અધિકારીઓની કરેલી બદલીઓમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના જોઈન્ટ એમડી ડો. ટી નટરાજનને તે જ જગ્યાએ એમડી તરીકે નિમણૂંક અપાઈ છે. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલની નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુરની જીએનએફસી (ગુજરાત નર્મદા ફર્ટીલાઈઝર કંપની)ના એમડી તરીકે નિમણૂંક અપાઈ છે.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી સુજીત ગુલાટીને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લી.ના એમડી તરીકે અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લી.ના એમડી આનંદ મોહન તિવારીને ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવ તરીકે નિમણૂંક અપાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંગને સામાન્ય વહીવટ વિભાગમાં બદલી અપાઈ છે. શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાની વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

પંચાયત વિભાગના અગ્રસચિવ રાજ ગોપાલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નિમણૂંક અપાઈ છે. બંદરો અને ટ્રાન્સપોર્ટના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાની શ્રમ રોજગાર વિભાગમાં, કોટેજ એન્ડ રુરલ ઈન્ડસ્ટ્રીઝના કમિશનર એ કે રાકેશની પંચાયત વિભાગના અગ્રસચિવ તરીકે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ સુનયના તૌમરની બંદરો અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી કરાઈ છે.

2002 બેચના સંદિપ કુમારને કમિશનર કોટેજ એન્ડ રુરલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિમણૂંક અપાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની કૃષિ અને સહકાર વિભાગના સચિવ તરીકે, વિકાસ કમિશનર મનોજ અગ્રવાલની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અગ્રસચિવ તરીકે, સેટલમેન્ટ કમિશનર એનપી ઠાકરની વિકાસ કમિશનર તરીકે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અગ્રસચિવ કમલ દયાનીની અન્ન અને નાગરિક પુરવઠામાં, લોચન શહેરાને હાઉસિંગ અને નિર્મળ ગુજરાતના સચિવ તરીકે તેમજ ગુ.હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે, ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ અંજુ શર્મા હવે શિક્ષણ વિભાગનો તમામ હવાલો સંભાળશે. ગુજરાત મેરીડેમ બોર્ડના એમડી અજય ભાદુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક કરાઈ છે અને તેમની જગ્યાએ મોહંમદ શાહિદને નિમણૂંક અપાઈ છે.

જ્યારે તાલીમમાંથી પરત ફરેલા 2001 બેચના અધિકારી વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક અપાઈ છે.