મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હોલીવુડની ફિલ્મ સ્પાઈડર મેનઃ નો વે હોમ (Spider-Man No Way Home)નું ભારતીય બોક્સ ઓફિસ પર જાદુ કાયમ રહ્યો છે. ફિલ્મે પહેલા જ ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. વિદેશી સુપરહીરો દેશી બોક્સ ઓફિસ પર તેજ રફ્તારથી આગળ વધી રહ્યો છે. સ્પાઈડર મેનઃ નો વે હોમને લઈને પહેલા સોમવારના શરૂઆતના આંકડા આવી ગયા છે અને તેમાં પણ સુપરહીરો ફિલ્મને લઈને શાનદાર રિપોર્ટ આવી રહ્યા છે. સ્પાઈડર મેનની આ ફિલ્મે સોમવારે લગભગ 13 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મે કુલ પાંચ દિવસમાં 121 કરોડ રુપિયાનો કુલ બિઝનેસ કર્યો છે અને ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ છે.

તરણ આદર્શે પહેલા ચાર દિવસની કમાણીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, 'સ્પાઈડર મેનનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલુ છે. ચાર દિવસના વિસ્તૃત સપ્તાહમાં મજબૂત કમાણી. હવે નઝર વીક-ડેએ ગુરુવારે રૂ. 32.67 કરોડ, શુક્રવારે રૂ. 20.37 કરોડ, શનિવારે રૂ. 26.10 કરોડ અને રવિવારે રૂ. 29.23 કરોડની કમાણી કરી હતી. આ રીતે કુલ 108.37 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

Advertisement


 

 

 

 

 

તમને જણાવી દઈએ કે હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ'માં ટોમ હોલેન્ડ લીડ રોલમાં છે જ્યારે તેની સાથે ઝેન્ડાયા છે. 'સ્પાઈડર મેનઃ નો વે હોમ'નું નિર્દેશન જોન વોટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે.