મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ઉત્તર ભારતના રાજ્યો માંથી મોટા પ્રમાણમાં અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા પ્રયત્નશીલ રહે છે. શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં હોટ ફેવરેઇટ છે. બુટલેગરો અવનવા કીમિયા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે.

શામળાજી પોલીસે સેવરોલેટ ઓપ્ટ્રા કારના બમ્ફરની નીચેની સાઈડ ગુપ્ત ખાનું બનાવી ૩૭ હજારનો વિદેશી દારૂ ઘુસાડવાના કીમિયાને શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ સતર્કતાના પગલે નિષ્ફળ બન્યો હતો. શામળાજી પોલીસે બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૨.૩૯ લાખનો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જીલ્લા પોલીસવડા મયુર પાટીલની દારૂબંધી અમલવારી અને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા ચુસ્ત અમલવારી માટે આદેશ કરતા શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધર્યું છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી સેવરોલેટ ઓપ્ટ્રા (ગાડી.નં- MH 01 VA 2673 ) ને અટકાવી તલાસી લેતા કારના બમ્ફર નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલો વિદેશી દારૂના ક્વાંટરીયા નંગ-૩૦૦ કિં.રૂ.૩૭૫૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧) નારાયણલાલ રમેશ નાયક (રહે, પાટોલીયા, રાજ) અને ૨) લાલુરામ પરથુજી મેઘવાલ (રહે,નસ્કૂલ મહોલ્લા પારી,નકપાસન, રાજ) ને દબોચી લઈ કારની કિં.રૂ.૨૦૦૦૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૧૫૦૦ મળી કુલ રૂ.૨૩૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનનો બુટલેગર ઘનશ્યામ (રહે,સાસેરા, રાજસમંદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શામળાજી પોલીસે ઓપ્ટ્રા કારમાંથી જપ્ત કરેલ વિદેશી દારૂના ક્વાંટરીયાનો જથ્થો ગુજરાતના કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તેની જાણકારી પ્રાપ્ત કરવા કવાયત હાથધરી હતી.