મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જિલ્લા સહિત સાબરકાંઠા અને રાજસ્થાન માં ચેઇન સ્નેચીંગ અને લૂંટ ના ૨૪ થી વધુ ગુન્હા આચરનાર ગેંગના લીડર અને નામચીન ચાઇનસ્નેચર નૈનેશ ઉર્ફે ચાઈના ઉર્ફે સરકીટ ઉર્ફે પપ્પુ મોડીયાએ પોલીસતંત્રના હાથે સતત ઝડપાતા છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચીંગ ને વિરામ આપી વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીમાં ઝંપલાવ્યું છે મોડાસા રૂરલ પોલીસે ચાઈનાને પલ્સર દારૂ પર ખેપ મારતો શીણાવાડ નજીક થી કોર્ડન કરી દબોચી લીધો હતો પોલીસ થી બચવા પલ્સર બાઈક અને ૨૭ બોટલ વિદેશી દારૂ રોડ પર ફેંકી દીધો હતો રૂરલ પોલીસે ચાઇનાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૨ ગુન્હાને અંજામ આપનાર અને મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં બે ગુન્હાના વોન્ટેડ હિસ્ટ્રીશીટર,માથાભારે રીઢો ગુન્હેગાર અને જીલ્લા પોલીસતંત્રને હંફાવનાર ચાઈનાને ઝડપી લેતા જીલ્લા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

મોડાસા રૂરલ પીઆઈ એમ.બી.તોમર અને તેમની ટીમે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથધરતાં તખતપુરનો નામચીન ચેઇનસ્નેચર નૈનેશ ઉર્ફે ચાઈનો દધાલિયા થી મુલોજ થી મોડાસા બાઈક પર દારૂની ખેપ મારતો હોવાની બાતમી મળતા પીઆઈ એમ.બી તોમરે પોલીસ સ્ટાફ સાથે પહોંચી મુલોજ-શીણાવાડ રોડ પર વોચ ગોઠવી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારીત પ્લસર બાઈક પર આવતા નૈનેશ ઉર્ફે ચાઈના મોડિયાને પોલીસે બાઈક રોકવા ઈશારો કરતાની સાથે ચાઇનો બાઈક અને તેની પાસે રહેલો થેલો રોડ પર નાખી દઈ પોલીસને હાથતાળી આપવા દોટ લગાવતા પોલીસે કોર્ડન કરી પીછો કરી  નૈનેશ ઉર્ફે ચાઈના ઉર્ફે સરકીટ ઉર્ફે પપ્પુ મોડીયાને ઝડપી પાડી તેને ફેંકી દીધેલા થેલામાં તપાસ હાથધરાતા થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૭ કીં.રૂ.૧૫૭૦૦/- નો જથ્થો કબ્જે કરી પલ્સર બાઈક,મોબાઇલ તેમજ દારૂ મળી કુલ.રૂ.૯૦૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી  નૈનેશ ઉર્ફે ચાઈના ઉર્ફે સરકીટ ઉર્ફે પપ્પુ ચીમનભાઈ મોડિયા વિરુદ્ધ રૂરલ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.