મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના જાણિતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, વરુણ ગ્રોવર એને એશ્વર્યા રાય બચ્ચનના બિઝનેસના કામ જોતી મેનેજર દિશા સાલિયાનનું સોમવારે રાત્રે 14મા માળેથી પડી જતાં મોત થયું છે. જોકે આ એવું ચર્ચાઈ રહ્યું છે કે તેણીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ પોલીસે તે બાબતની હજુ સુધી પૃષ્ટી કરી નથી.

દિશા ઘટનાના થોડા જ સમય પહેલા મલાડ પશ્ચિમના વિસ્તારના માલવનીમાં જનકલ્યાણ નગરની એક બિલ્ડીંગના 14મા માળ પર પોતાના થનારા ફિયાન્સે સાથે હતી. તેને પાસમાં જ બોરીવલીના એક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈ પણ નક્કર કારણ પર પહોંચી નથી. તે નજરે જોનારાઓના નિવેદન ફાઈલ કરી રહી છે. જોકે તેમણે હજુ સુધી એમ પણ નક્કી કર્યું નથી કે આ આત્મહત્યા હતી કે દિશાની હત્યા કરવામાં આવી છે.

દિશાના માતા-પિતાના નિવેદન પોલીસે રેકોર્ડ કરી લીધા છે જ્યારે તેમના થનારા જમાઈના નિવેદન પણ લેવાની કાર્યવાહી કરી હતી. જોકે તે અંગેની માહિતી હજુ પોલીસે આપી નથી. મુંબઈ પોલીસ તરફથી એટલી માહિતી મળી કે હજુ સુધી આ અંગે આત્મહત્યાની રિપોર્ટ ફાઈલ કરાઈ નથી.

પોલીસે મામલાની સૂચના મળતાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે દિશા ઘણા દિવસોથી પરેશાન હતી અને તેને કાલે એક બે લોકો સાથે મુલાકાત પણ કરી રહી હતી. જોકે પોલીસ આ મામલામાં કાંઈ ખુલીને વાત કરતી નથી જાણે કાંઈક હજુ તેઓ લોકો સુધી હાલ ન પહોંચે તેવી માહિતી અટકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.