મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ શરૂ થયેલા ડ્રગ્સ કેસના સીલસીલામાં વધુ એક નામ ઉમેરાયું છે. એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)એ ગત શનિવારે મુંબઈના મીરા રોડ સ્થિત એક હોટલમાં રેડ કરી હતી. દરમિયાન ટીમે એક ટોલીવુડ અભિનેત્રીને પકડી લીધી હતી. સોમવારે આ અભિનેત્રીનું નામ ખુલ્યું હતું.

આ અભિનેત્રીની ઓળક શ્વેતા કુમારી (Shweta Kumari) તરીકે થઈ છે. આ વાતની પૃષ્ટી એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહી છે. સોમવારે શ્વેતા સાથે દિવસ દરમિયાન પુછપરછ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. શ્વેતાની આ પુછપરછ 400 ગ્રામ એમડીના મામલામાં થઈ રહી હતી.

રોડા દરમિયાન એનસીબીની ટીમે શ્વેતા સિવાય રેડ હાથે ડ્રગ પેડલર ચંદ મોહમદને પણ પકડ્યો હતો જ્યારે ડ્રગ સપ્લાયર સાઈદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અભિયાનમાં એનસીબીએ આશરે રોકડા નાણાં સાથે 400 ગ્રામ એમડી કબજે કર્યું હતું.

અભિનેત્રી શ્વેતા કુમારીની ફિલ્મ કારકીર્દિ ખૂબ ટૂંકાયેલી હોવાનું કહેવાય છે. તેણે થોડીક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે મોટે ભાગે સહાયક કલાકાર તરીકે દેખાઈ છે. હવે એનસીબી શ્વેતા પાસેથી આ કેસ સાથે સંકળાયેલા વધુ લોકોના નામ જાણવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020 ના રોજથી બોલીવુડના અભિનેતા સુશાંતની આત્મહત્યાના કેસમાં ડ્રગ સંબંધમાં અત્યાર સુધી 30 કેસમાં 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ વર્ષ 2017 માં 30 કેસ નોંધ્યા હતા, પરંતુ માત્ર 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ રીતે, વર્ષ 2018 માં, 25 કેસ નોંધાયા હતા અને 55 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.