મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપ્સી પન્નુના મુંબઇ અને પુણેના સ્થળો પર ઇન્કમટેક્સની ટીમે  દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કરચોરીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ મુંબઇ અને પુણેમાં લગભગ 20 સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. આ સાથે એક ટેલેન્ટ એજન્સી, અનુરાગ કશ્યપની ફેન્ટમ ફિલ્મ્સ અને નિર્માતા મધુ મન્ટેનાના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે..

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 30 થી વધુ સ્થળોએ હજી પણ આવકવેરાના દરોડા ચાલુ છે. આ દરોડા આવકવેરાની કલમ 132 હેઠળ ચાલી રહ્યા છે. ક્વાન કંપનીના કેટલાક ખાતા પણ સ્થિર કર્યા છે, જે રેડ દરમિયાન રૂટિન પ્રક્રિયા છે.. કરચોરીના આરોપમાં મુંબઈ અને પુણેમાં આ દરોડા હજુ પણ ચાલુ છે. જ્યારે દરોડાની કાર્યવાહી પતી જશે, તે પછી આજના દરોડા વિશે કેટલીક વધુ માહિતી શેર કરી શકાશે.


 

 

 

 

 

તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ વિરુદ્ધ કરવેરા દરોડા અંગે માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આવકવેરા વિભાગ જે પણ માહિતી મળે તેના આધારે તેની તપાસ કરે છે. અને બાદમાં આ કેસ કોર્ટમાં જાય છે.

કશ્યપ અને પન્નુએ ઘણી વાર રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. તાજેતરમાં, તાપસી પન્નુએ પોપ સિંગર રીહાન્નાના ટ્વિટ પછી મોટા ફિલ્મ સ્ટાર્સની પ્રતિક્રિયાની ટીકા કરી હતી, જેણે આંદોલન તરફ ધ્યાન દોર્યું હતું.

ખેડુતોના મુદ્દાને સમર્થક અભિનેત્રી તાપસી પન્નુએ સરકારના અભિયાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાવનાઓને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ. પન્નુએ ટ્વીટ કર્યું હતું કે, 'જો કોઈ ટ્વીટ તમારી એકતાને હચમચાવી શકે, એક મજાક તમારી આસ્થાને નુકસાન પહોંચાડે છે અને કોઈ પ્રદર્શન તમારી ધાર્મિક વિશ્વાસને નુકસાન પહોંચાડે છે, તો તમારે તમારી લાગણીઓને મજબૂત કરવાની જરૂર છે, ના કે બીજાના દુષ્પ્રચાર વિશે શિખામણ આપો .