મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ  બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહા ઓનલાઈન શોપીંગમાં છેતરપીંડીનો શિકાર બની છે. ફિલ્મી અભિનેત્રી સોનાક્ષીએ એક જાણીતી ઓનલાઈન કંપનીને હેડફોન માટે ઓર્ડર આપ્યો હતો પરંતુ આ કંપનીની ડીલીવરી બાદ સોનક્ષીએ જેવું બોક્ષ ખોલ્યું તો તેમાં રહેલી વસ્તુ જોઇને ભારે આશ્ચર્ય સાથે હેરાન થઇ ગઈ હતી. સોનાક્ષીએ આ બાબતની ફરિયાદ સોશીયલ મીડિયામાં કરતા, તેની આ પોસ્ટ પછી યુઝર્સ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

બોલીવુડની અભિનેત્રી સોનાક્ષીએ ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન પરથી બોસ કંપનીનાં  હેડફોન માટે ઓર્ડર આપ્યો હતો. પરંતુ ડીલીવરી પછી જેવું બોક્ષ ખોલ્યું તો આ બોક્ષમાં હેડફોનના બદલે લોખંડનો ટુકડો મળ્યો હતો. સોનાક્ષીએ આ લોખંડના ટુકડાનો ફોટો પણ સોશીયલ મીડિયામાં શયેર કર્યો છે. સોનાક્ષી સિંહાએ સોશીયલ મીડિયામાં ટવીટ કરી લખ્યું છે કે, તે પોતાને ઠગાઈ થઇ હોવાનું અનુભવી રહી છે.

સોનાક્ષીએ ટવીટમાં વધુમાં કહ્યું કે, મેં એમેઝોનમાંથી હેડફોન મંગાવ્યા પણ મને તેના બદલે શું મળ્યું, તે આપ લોકો જોઈ શકો છો. જોવામાં આ પેકેટ અસલી લાગે છે પરંતુ માત્ર બહારથી જ..! અને હા, તમારી કસ્ટમર સર્વિસ પણ મદદ કરવા માંગતી નથી. જેના કારણે સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. સોનાક્ષી સિંહાએ જે હેડફોન મંગાવ્યા હતા તેની કિંમત રૂપિયા ૧૮૦૦૦ છે.

બોલીવુડની અભિનેત્રી સોનાક્ષીના આ ટવીટ પછી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં આ ટવીટ થોડીક મીનીટોમાં જ વાયરલ થઇ ગયો હતો. સોનાક્ષીના આ ટવીટનો જવાબ આપતા એમેઝોન એ કહ્યું કે, આ યોગ્ય નથી અને અમે તેના માટે માફી માંગીયે છીએ.

મહેરબાની કરીને પૂરી વિગતો આપો અમે આપનો સંપર્ક કરીશું. આ ટવીટ પછી સોનાક્ષીને યુઝર્સ દ્વારા તેની હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી-૨ માટે ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં એક યુઝરે કહ્યું કે, અમે તમારી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી જોયું ત્યારે પણ અમે આવું જ અનુભવ્યું હતું. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, આ તમારી કેરિયર જેવું જ છે. જે બહારથી ચમકી રહ્યું છે. પરંતુ અંદર સંઘર્ષ કરી રહ્યું છે. જ્યારે અન્ય એક યુઝરે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો શયેર કરતા લખ્યું કે, હે માનવ આટલી છેતરપીંડી પછી પણ તું જીવી રહ્યો છે.