મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: 70 ના દાયકાની હિટ અભિનેત્રી શશીકલાનું આજે એટલે કે 4 એપ્રિલે અવસાન થયું છે. અભિનેત્રીએ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. શશીકલાનું 4 એપ્રિલે બપોરે 12 વાગ્યે અવસાન થયું હતું. તેમણે લગભગ 100 બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે લાંબા સમયથી બોલિવૂડથી દૂર હતી. શશીનું આખું નામ શશીકલા જાવલકર છે. શશી એક મરાઠી પરિવારની હતી.

એક સમયે તેની સુંદરતાથી ફિલ્મ જગતમાં તહેલકા મચાવનાર શશીકલાનો જન્મ 4 ઓગસ્ટ 1932 માં થયો હતો. શશીકલાનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું . જો કે તેમનું બાળપણ ખૂબ જ એશો આરામ વાળું હતું. સાસિકલાને છ બહેનો અને ભાઈઓ હતી અને તેના પિતા ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા.

શશીકલાની પહેલી ફિલ્મ ઝીનત હતી, જે નૂરજહાંના પતિ શોકત રિઝવીએ પ્રોડ્યુસ કરી હતી. આ રીતે શશીકલાએ ફિલ્મ 'ઝીનત' માં અભિનય કર્યો. તેને આ ફિલ્મ માટે 25 રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મ પછી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ફિલ્મોમાં સફળતા મળ્યા પછી, શશીકલાએ અભિનેતા કે.એલ સહગલના સંબંધી ઓમ પ્રકાશ સહગલ સાથે લગ્ન કર્યા. થોડો સમય બંને માટે સારો રહ્યો. આ દરમિયાન, શશીકલાએ બે પુત્રીને જન્મ પણ આપ્યો. પરંતુ બાદમાં બંને વચ્ચે વિવાદ અને ઝઘડો થયો હતો.

તેણે તીન બત્તી ચાર રસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમામાં પણ કામ કર્યું. ફિલ્મ્સની સાથે શશીકલાએ ટીવીમાં પણ કામ કર્યું હતું. તે પ્રખ્યાત સીરિયલ સોન પરીમાં ફ્રૂટીની દાદીની ભૂમિકામાં જોવા મળી હતી. 2007 માં, ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.