મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં બલ્જિંગ ડિસ્કની બિમારીથી લડી રહી છે. આ બિમારીને કારણે શરીરમાં ઘણી પીડા થાય છે. બલ્જિંગ ડિસ્કને હર્નિયેટેડ ડિસ્ક પણ કહી શકાય છે જે હાલના સમયમાં કોમન બિમારી બની ગઈ છે. આ બિમારી કરોડરજ્જૂના હાડકાથી શરૂ થાય છે, જે ધીરે-ધીરે શરીરના બાકી અંગો સુધી પહોંચી જાય છે. શરીર અને બાકી અંગોમાં પણ પીડા થવા લાગે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બલ્જિંગ ડિસ્કથી પરેશાન અનુષ્કાને તબીબોએ 3-4 અઠવાડિયા માટે બેડ રેસ્ટ રહેવાની સલાહ આપી છે.

બલ્જિંગ ડિસ્ક શું છે?

બલ્જિંગ ડિસ્ક બિમારીને કારણે નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે અને શરીરમાં અસહ્ય દુઃખાવો થાય છે. આ બિમારીનો પ્રભાવ હર્નિયેટેડ ડિસ્ક પર નિર્ભર થાય છે. એટલે કે હર્નિયેટેડ ડિસ્ક જો લોઅર બેંકમાં છે તો તેની પીડા નિતંબો અને જાંઘોમાં સૌથી વધુ થાય છે અને જો હર્નિયેટેડ ડિસ્ક ડોકમાં છે તો ખભા અને હાથમાં સૌથી વધુ પીડા થાય છે.

બલ્જિંગ ડિસ્કના લક્ષણો

  • હાથ કે પગમાં દુઃખાવો
  • હાથ પગ સુન્ન થઈ જવા કે ઝણઝણાટી આવવી
  • સ્નાયુઓમાં અશક્તિ
  • અસગ્રસ્ત અંગને ઉઠાવવું કે નમાવવું ખુબ મુશ્કેલ બની જવું

બલ્જિંગ ડિસ્કથી બચવાના ઉપાય

  • નિયમિત કસરત કરવી, જેમને વ્યાયામ, સ્વિમિંગ, વૉકિંગ વગેરે
  • બેસતી વખતે કરોડરજ્જૂ પર દબાણ ઓછું આપો
  • બીએમઆઈ કંટ્રોલમાં રાખો, વજન વધવા કે ઘટવા ન દો
  • ફળ, શાકભાજીનું સેવન વધું રાખો
  • જંક ફૂટ અને તેલી ખોરાકથી દૂર રહો
  • બિમારીને સંપૂર્ણ મટાડવા માટે સારા ન્યૂરોલોજિસ્ટને મળો