મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડના જાણિતા અભિનેતા, ટીવી જગતમાં પણ અભિનયથી નામના કમાઈ ચુકેલા યુસુફ હુસૈનએ હિન્દી સ્ટ્રીમમાં લાંબો સમય સુધી કામ કર્યું છે. તેમણે અને ફિલ્મોમાં અલગ અલગ ઘણા પાત્રો ભજવ્યા છે. તેઓ હવે આપણી વચ્ચે નથી. તેમણે રઈસ, ધૂમ-2, દિલ ચાહતા હૈ, રાઝ, શાહિદ, ઓહ માય ગોડ, ક્રિશ-3, દબંગ 3, જલેબી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું જે ફિલ્મો આજે પણ લોકોને યાદ છે. તેમણે આ ઉપરાંત શશશ.... કોઈ હૈ, સીઆઈડી, તુમ બિન જાઉં કહાં, મુલ્લા નસરુદ્દીન, કુમકુમઃ એક પ્યારાસા બંધન જેવી ઘણી જાણિતી ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

હંસલ મહેતાએ લખ્યું, 'મેં શાહિદના 2 શેડ્યૂલ પૂરા કર્યા અને અમે ફસાઇ ગયા, હું ચિંતામાં હતો. ડિરેક્ટર તરીકેની મારી કારકિર્દી લગભગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ હતી. તેમણે મારી પાસે આવીને કહ્યું કે મારી પાસે ડિપોઝીટ છે અને જો તું આટલો ચિંતામાં પણ છે તો તે રકમ મારા માટે કોઇ કામની નથી. તેમણે એક ચૅક લખ્યો અને ફિલ્મ શાહિદ બની ગઇ. તે યુસુફ હુસૈન હતા, તેઓ મારા સસરા નહીં પણ એક પિતા હતા. જો જીવન પોતે જ એક સ્વરૂપમાં જોવાનું હોય, તો આજે તે રૂપ દુનિયામાંથી જતું રહ્યું છે. યુસુફ સાબ આ નવા જીવન માટે હું તમારો આભારી છું. આજે હું ખરેખર અનાથ થયો છું. જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. હું તમને ખુબ યાદ કરીશ. મારી ઉર્દૂ ખરાબ જ રહેશે, અને હા - લવ યુ લવ યુ લવ યુ!