મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.. રાજકોટના વોર્ડ નંબર ૬ માં આજીડેમ નજીક આવેલ માંડા ડુંગર પાસે કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. રાજકોટ પૂર્વના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મિતુલ દોંગાની આ જાહેરસભા દરમિયાન જાદવ નામનો શખ્સ દારૂના નશામાં ધસી આવ્યો હતો. ત્યારબાદ સભા બંધ કરવા અને માઈક્રોફોન બંધ કરી તોડફોડનો પ્રયાસ કર્યો હતો. 

જો કે સભામાં હાજર પોલીસે તુરંત તેની ધરપકડ કરી હતી., અને તેના વિરુધ્ધ પ્રોહીબીશન અને સભામાં તોડફોડનો એમ બે અલગ અલગ ગૂન્હા દાખલ કરી મેડીકલ ચેક અપ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાએ આક્ષેપ કર્યો હતો કે સભામાં ખલેલ પહોચાડનાર શખ્સ ભાજપનો કાર્યકર છે અને ભાજપ હાર ભાળી ગઈ છે માટે આવા ગુંડા અને આવારા તત્વોને મેદાનમાં ઉતારે છે. જો કે ઝડપાયેલા શખ્સે પોતે કોઈપણ પક્ષનો કાર્યકર હોવાનો ઇન્કાર કર્યો હતો.