મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પટેલના મુવાડાના ગામના ૪૬ વર્ષીય ખેડૂત અનિલ સોમાભાઈ પટેલે તેમમાં ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી.
     
ખેડૂતે અચાનક આત્મહત્યા કરી લેતા અને આપઘાત કરવાનું કોઈ દેખીતું કારણ ન જણાતાં પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા ખેડૂતના પુત્રેએ મૃતકનો મોબાઈલ ચેક કરતા ખેડૂતના ખેતરમાં મજૂરી કરવા આવતી મહિલાને કઈ કામકાજ હોવાથી ખેડૂતને ફોન કરતા ખેડૂતે “ખેતરમાં મળવા આવ” કહેતા મહિલાએ રેકોર્ડિંગ કરી લઈ ખેતમજુર મહિલા તેનો પતિ અને પરિવારજનો ભેગા મળી બ્લેકમેઈલિંગ કરી ૧૦ લાખ રૂપિયાની માંગ કરવાની સાથે બદનામ કરતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બાયડ પોલીસે ૫ લોકો  સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
બાયડના પટેલના મુવાડા ગામના ૪૬ વર્ષીય અનિલ સોમાભાઈ પટેલના ખેતરમાં ખેતમજૂરી કરવા આવતી મહિલા વનિતા મયુર મકવાણાનો ફોન આવતા અનિલ પટેલે “ખેતરમાં મળવા આવ” કહેતા મહિલાએ ફોન રેકોર્ડિંગ કરી ખેડૂતને બદનામ કરવાની ધમકી આપી ૪૦ હજાર પડાવી લીધા પછી તેના પતિ મયુર કાનાભાઇ મકવાણા,કાંતાબેન કાનાભાઇ મકવાણા, સવિતાબેન સોમાભાઈ મકવાણા, હરિભાઈ અજાભાઇ મકવાણાએ ૪૦ હજાર રૂપિયા ખેડૂત પાસેથી ખંખેરી લીધા પછી ખેડૂતને બ્લેકમેઈલિંગ શરુ કરી ૧૦ લાખ માંગણી કરવામાં આવતા  અને ૧૦ લાખ રૂપિયા નહિ આપેતો બદનામ કરવાની વાત કરી સતત માનસિક ત્રાસ આપતા ખેડૂત આબરૂ જવાની બીકે ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ખેડૂતના પરિવારે તેના મોબાઈલમાં રેકોર્ડિંગ થયેલી વાતો સાંભળતા ખેડૂત પરિવારે સાઠંબા પોલિસ સ્ટેશને મોબાઈલ રેકોર્ડિંગ આપતા પોલીસે મૃતક ખેડૂત સાથે વાતચીત કરનાર મહિલા સહીત ૫ લોકો સામે મારવા સુધીના દુષ્પ્રેરણનો ગુન્હો નોંધી તપાસ હાથધરી હતી.