મેરાન્યૂઝ નેટવર્ક.વાપીઃ વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 44 સીટમાંથી 37 સીટ મળી છે. જંગી વિજયને કારણે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો છે જ્યારે તેમના હરિફોના સુપડા સાફ થતાં તેઓ ક્યાંય જોવા મળી રહ્યા નથી. અહીં સુધી કે ભાજપના વોર્ડ નંબર 1ના હરિફ ઉમેદવારની તો ડિપોઝિટ પણ જમા થઈ જવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં 43 બેઠકો પર મતદાન થયું હતું. ગત રવિવારે થયેલા મતદાનમાં 51.87 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે અન્યો પોતાની મતદાનની જવાબદારીથી દુર રહ્યા હતા. આ મતદાનમાં ભાજપ દ્વારા જંગી વિજય મેળવવામાં આવ્યો હતો. બીજી બાજુ સુલપડ વાળી બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. આમ કુલ 44 બેઠકો પૈકી 37 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. મતદારોની પહેલી પસંદ આ વોર્ડ્સમાં ભાજપ રહ્યું હતું.

Advertisement


 

 

 

 

 

વોર્ડ નંબર 1, 2, 3, 4, 7, 8, 9 અને 10માં તો ભાજપની તમામ પેનલ જીતી હોવાની વિગતો મળી રહી છે. જોકે ગઈ ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીના પરિણામોમાં બહુ મોટો ફેર જોવા મળ્યો નથી. મહદઅંસે કોંગ્રેસની સીટ ઓછી આવી છે તે ખરું. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં રંગેચંગે ચઢી હતી પરંતુ ત્યાં ઝાડુ ચાલ્યું નથી. આંકડાકીય વિષ્લેષણ કર્તાઓનું માનવું છે કે ત્રીજો મોરચો આ વખતે પણ એટલો વરસી શક્યો નહીં જેટલું અગાઉ ગાંધીનગરની ચૂંટણી વખતે પણ જોવા મળ્યું હતું.