મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપ સરકારનું વચન આપવામાં દલા તરવાડી જેવું છે, તમે માંગો તો ક્યારે ના પાડતા નથી અને આપતા પણ નથી. પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં બંધારણમાં અનામત આપવાની જોગવાઈ નથી તેવું જાણતી ભાજપ સરકારે પાટીદારોને અનામત આપી દીધી, પણ ભાજપ સરકાર જાણતી હતી કે પાટીદારોને અનામત આપી શકાય તેમ નથી આખરે કોર્ટે ગુજરાત સરકારનો હુકમ રદ કરી દીધો હતો. આવુ કારડિયા રાજપુતો સાથે થયુ હતું 2017માં રાજપુત નેતા દાનસંગ મોરી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવાની ભાજપ સરકારે ખાતરી આપી હતી. કારણ વિધાનસભાની ચૂંટણી સામે હતી, હવે તે વાત બે વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં હવે લોકસભાની ચૂંટણી પછી કેસ પાછા ખેચીશું તેવું ગાજર આપી દીધુ છે.

કારડિયા રાજપુત નેતા દાનસંગ મોરી સામે જીતુ વાઘાણીને વાંધો પડતા, દાનસંગ મોરી સહિત બુધેલ ગામ રાજપુત યુવાનો સામે પોલીસ કરી દેવામાં આવ્યા હતા, 2017ના અંતમાં રાજપુતો દ્વારા ઉગ્ર આંદોલન થયું અને અમિત શાહ સહિત ભાજપે આંદોલન ઠારવા કારડિયા નેતાઓ અને અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા હતા, આખરે કાનભા ગોહીલની હાજરીમાં અમિત શાહે ખાતરી આપી હતી કે તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે પણ 2019 શરૂ થયું, છતાં પાંચ કેસમાંથી ચાર કેસ ઊભા રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો પછી ભાજપ સરકારે કેસ પાછા ખેંચાશે નહીં તેવું સ્પષ્ટ કરી દેતા રાજપુતો ફરી મેદાનમાં આવી ગયા હતા.

પરંતુ કાવા-દાવામાં માહિર અમિત શાહ અને જીતુ વાઘાણીએ રાજપુત આંદોલન શરૂ થાય અને તેનું નેતૃત્વ કોઈ કોંગ્રેસના નેતાના હાથમાં જતુ રહે નહીં, તે માટે કાનભા ગોહીલ અને નરેન્દ્ર અસવાર જેવા પોતાના માનીતા નેતાઓને આગળ કરી કારડિયા રાજપુતોની આગેવાની લેવા જણાવ્યું હતું, તાજેતરમાં બુધેલ ગામમાં મળેલી બેઠકમાં કાનભા સહિત તમામ નેતાઓએ ભાજપની યશગાથાની વાતો કરી  અમારે વાત થઈ ગઈ છે કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું, જો કે હાલમાં આચારસંહિતા ચાલુ હોવાને કારણે કેસ પાછા ખેંચી શકાય તેમ નથી ચૂંટણી પછી કેસ પાછા ખેંચી લઈશું તેમ જણાવ્યું હતું.

હવે સ્થિતિ એવી  છે કે ભાજપ સાથે સંકળાયેલા કારડિયા નેતાઓ એક તરફ સરકારને રાજપુતો નારાજ છે તેમ જણાવી ડરાવી પોતાના કામ કરાવી રહ્યા છે, બીજી તરફ દાનસંગ સહિત નેતાઓને સરકાર માની ગઈ છે તેમ જણાવી આંદોલનને રોકી રહ્યા છે. દાનસંગે પોતાના નેતાઓ અને ભાજપ ઉપર ભરોસો કરવાની ભુલ એક વખત કરી છે પણ આ નેતાઓ દાનસંગ સહિત સમગ્ર સમાજને મુર્ખ બનાવી રહ્યા છે તેવી સમજ હવે રાજપુત સમાજને આવી ગઈ છે. જો કે લોકસભા ચૂંટણી પછી દાનસંગને દગો આપવાની છે તે બહુ જ સ્પષ્ટ છે.