મેરાન્યૂઝ નેટવર્ક.દાહોદઃ દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા 23 કાર્યકરો સામે કડક હાથે કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપે તેમને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ દંડ્યા હતા. જેમાં તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આવું કેમ થયું આવો જાણીએ...

ભાજપ દ્વારા આ વખતે ટિકિટોની ફાળવણી દરમિયાન કેટલાક નિયમો આધારે ફાળવણી કરવાનું નક્કી કરાયું હતું.જેમાં 60 વર્ષથી વધુના વ્યક્તિને ઉમેદવારી ન કરાવવી, ત્રણથી વધુ ટર્મ પદ પર રહી ચુકેલા નેતાઓને રિપિટ ન કરવા, પરિવારવાદ ન ચલાવવો વગેરે નિયમોને આધારે ટિકિટ ફાળવણીને કારણે ભાજપમાં કેટલાક નારાજ થયા હતા. એક તરફ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ ભાજપનું કોંગ્રેસીકરણ કરવાને લઈને પહેલાથી જ ઘણા નારાજ હતા ત્યાં આ નિયમોથી થયેલી ફાળવણીથી નારાજગી વધી હતી. જોકે આ નિયમોને કારણે ઘણા કાર્યકરો અને નેતાઓ ખુશ પણ હતા કારણ કે હવે તેમના માટે રાજકારણમાં આગળ વધવાના દરવાજા ખુલ્યા હોય તેવું તેમને લાગ્યું હતું. જોકે ઘણાઓના આ કારણે પત્તા કપાતા તેઓ નારાજ થયા અને જેના કારણે તેમણે કેટલાક એવા કામો કર્યા હતા જે પક્ષના હિતમાં ન્હોતા.

દાહોદ જિલ્લા ભાજપમાં 23 જેટલા સભ્યોએ બળવો કર્યો હતો અને ઉમેદવારી નોંધાવતા તેવા સભ્યો સામે કડક કાર્યવાહી કરી હતી. અરવિંદ ચોપડા, કાઈદ ચુનાવાલા, યુસુફ રાણાપુરવાલા, પુષ્પ ઠાકુર, રાજુ પરમાર, કેસર યાદવ, સતીષ પરમાર, વિદ્યા બેન મોઢિયા, સ્વપ્નીલ દેસાઈ, નીલેશ પારેખ અને લીલા બેન વાખળાનો સમાવેશ થાય છે. ગ્રામ્યમાંથી ગીતાબેન ડામોર, બાબુભાઈ પારગી, બાબુભાઈ મછાર, વનિતાબેન ચંદાણા, કનુભાઈ, રમેશ નિનામા, સુરેશ ભુરિયા, મેદાલ વડકીયા, કનુભાઈ ભાભોરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. દાહોદ શહેરના મહત્તમ 13 બળવાખોર છે. જેમાં ગત વખતના 5 નગર સેવકોનો પણ સમાવેશ થાય છે.