પ્રશાંત  દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની હાલમાં જ નિમંણૂંક થઈ છે,ગુજરાતમાં બંન્ને પક્ષો પ્રદેશકક્ષાએ નવા ચહેરાને ઉતારી લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરી રહી છે, જો કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવેલા બંન્ને નેતાઓમાં ઘણી બધી સામ્યતાઓ છે, આ બંન્ને નેતાઓ પોતાની વિશીષ્ટ આવડતનો ઉપયોગ કરી  સત્તામાં રહેવાનો અને સત્તા મેળવવાનો પ્રયત્ન કરશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વચ્ચેની પહેલી સામ્યતા એવી  છે કે તેઓ બંન્ને સુરતની સેન્ટ્રલ જેલના પ્રવાસી રહી ચુકયા છે,ચંદ્રકાંત પાટીલે પોતાના ઘંઘા  માટે સુરતની ડાયમંડ જયુબેલી બેન્કમાંથી લોન લઈ ડીફોલ્ટર થતાં તેમને ઘણો સમય સુરતની સેન્ટ્રલ જેલમાં પસાર કરવો પડયો હતો,આમ જેલ પ્રવાસમાં ચંદ્રકાંત પાટીલ હાર્દિક પટેલના સિનિયર છે,જયારે પાટીદાર આંદોલનમાં પોલીસને મારી નાખો, બસ સળગાવો અને ટ્રેનના પાટા ઉખેડી નાખોની સુચના આપનાર હાર્દિક પટેલ પણ રાજદ્રોહના આરોપી તરીકે ખાસ્સો  સમય સુરત સેન્ટ્રલ જેલમાં રહી ચુકયા છે.આમ પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષ જેલના અનુભવી છે.

ચંંદ્રકાંત પાટીલ અને હાર્દિક પટેલ વચ્ચની બીજી સામ્યતા એવી છે કે પાટીલ ભાજપે ભાજપના પાયાના કાર્યકર તરીકે કયારેય કામ કર્યુ નથી, તેઓ પોતાની મેનેજમેન્ટ સ્કીલનો ઉપયોગ કરી પહેલા સંઘના નેતાઓ અને બાદમાં નરેન્દ્ર મોદીની નજીક ગયા જેના કારણે બહુ ટુંકાગાળમાં તેમણે જે જોઈતુ હતું તે બધુ જ મેળવ્યું છે, તેવું હાર્દિક પટેલનું છે પાટીદાર આંદોલનને કારણે જાહેર જીવનમાં આવ્યા પછી રાજકિય અસ્તીત્વ માટે કોંગ્રેસમાં દાખલ થયા,ઉંમર અને રાજકીય અનુભવ ઓછો હોવાની સાથે કોંગ્રેસમાં દાખલ થતાં કોંગ્રેસનો ખાલી અવકાશનો ફાયદો લેવા નાક દબાવી હોદ્દો લઈ લીધો,જો કે રાજયસભાની ચૂંટણી વખતે કોગ્રેસની નબળી માનસીકતામાં પોતાની માગણી રજુ કરવાની ઉત્તમ તક શોધવી અને ઝડપી  લેવાની કુશળતા પણ હાર્દિકમાં છે.

ચંદ્રકાંત પાટીલ અને હાર્દિક પટેલનો પર્યાય વિવાદ છે,તેમની આગળ પાછળ સતત વિવાદ ચાલતા રહે છે, વિવાદ વગર તેમને ચાલતુ નથી, તેમનો ભુતકાળ પણ વિવાદીત છે, અને ભવીષ્યમાં તેઓ કોઈ વિવાદ ઉભો કરશે નહીં તેની ખાતરી નથી, જો કે પાટીલ અને પટેલ બંન્ને વિવાદ વખતે વિચલીત થયા વગર તેમાંથી જાતે  જ બહાર નિકળી જવાનો રસ્તો શોધી  કાઢે છે તે તેમની  આવડત છે.

ચંદ્રકાંત પાટીલ અને હાર્દિક પટેલ મીડિયાનો ઉપયોગ કરતા સારી રીતે જાણે છે,પાટીલ અને પટેલ પત્રકારત્વના વિધ્યાર્થી રહ્યા  નથી છતાં પત્રકારોનો કયારે અને કેવી રીતે ઉપયોગ કરવો તેની પાક્કિ સમજ  છે તેમના વિરોધી પત્રકારો પણ તેમની અવગણના કરી શકે નહીં તે પ્રકારના સમાચારોના તેઓ સર્જક રહ્યા છે.

ચંદ્રકાંત પાટીલ અને હાર્દિક પટેલનો સોશીયલ મીડિયા માટેનો પ્રેમ અને સારી સમજ છે, આખુ પાટીદાર આંદોલન હાર્દિક પટેલ  દ્વારા  સોશીયલ મિડીયા મારફતે ચલાવ્યુ હતું કારણ સરકાર દ્વારા પાટીદાર આંદોલન મિડીયામાં નિયત્રીત કરવામાં આવતા હાર્દિકે સોશીયલના ખુબ ફાયદો લીધો  હતો,ચંદ્રકાંત પાટીલે પ્રમુખ થતાં જ પોતાના પહેલા  પ્રવચનમાં પોતાના કાર્યકરો અને નેતાઓને સોશીયલ મિડીયામાં પોતાનું સોશીયલ મિડીયામાં એકાઉન્ટ ખોલવાની સુચના આપી હતી પાટીલને સોશીયલ મીડિયાની તાકાત ખબર છે.