મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓમાં હજુ સુધી એક વર્ષનો સમય બચ્યો છે અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના અધ્યક્ષ અમિત શાહએ ચૂંટણીની તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. બીજેપી મિશન 250 અંતર્ગત પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવાની છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંય કોઈ ચૂક ન રહે અને આ મામલામાં ભાષા આડે ન આવે, તે માટે ભાજપ અધ્યક્ષ બંગાળી ભાષા શીખી રહ્યા છે. તેના માટે તેમણે એક શિક્ષક પણ રાખી લીધા છે. ખરેખરમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી , 'માં, માટી અને માનુષ'નો નારો બુલંદ કરતી રહી છે અને હાલના દિવસોમાં તેમને બંગાળી અસ્મિતાને ખુબ હવા આપવાના પ્રયત્નો કર્યા છે. તેવામાં મમતા બેનર્જીને પડકાર આપવા માટે આ ભાજપ અધ્યક્ષનો મોટો પ્રયત્ન છે.

વિચારવા જેવી બાબત એ છે કે, મમતાના બંગાળી ભાષામાં લોકો સાથે સંવાદ કરવાના સામે ભાજપ પાસે કોઈ તગડું નેતૃત્વ નથી. તેને જોતા શાહ બંગાળી શીખી રહ્યા છે. ભાજપના પ્રયત્નો છે કે પાર્ટી ચીફ ઓછામાં ઓછી બંગાળી સમજવા લાગે અને પશ્ચિમ બંગાળની ભાષાઓમાં પોતાના ભાષણોની શરૂઆત બંગાળીમાં કરે, જેનાથી ભાષણનો પ્રભાવ લાગે.

પોતાની તમામ ભાષાઓમાં મમતા બીજેબી એધ્યક્ષને બહારી કહીને સંબોધીત કરે છે. અમિત શાહને ચૂંટણી રણનીતિના માહેર માનવામાં આવે છે અને દરેક ચૂંટણી માટે શાહ અલગ અલગ રણનીતિ બનાવતા રહે છે, પરંતુ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આંકડાઓની ધોલાઈ થઈ અને ઝારખંડમાં પાર્ટીની હાર બાદ તો હવે અમિત શાહ બંગાળમાં ચૂંટણી કમાન પોતાના હાથમાં રાખવા માગે છે. તેના માટે જરૂરી છે કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સમન્વય. જેથી ભાષા ક્યાંય કોઈ પણ પ્રકારની રણનીતિમાં આડે ન આવે, તે માટે શાહ બંગાળી શીખી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ એક મોટા નેતા મુજબ, તેમાં કાંઈ પણ નવું નથી. નેતાનું કહેવું છે કે ભાજપ અધ્યક્ષ બંગાળ અને તમિલ સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં બોલાતી ચાર ભાષા શીખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા લોકો આશ્ચર્ય કરે છે કે વર્ષો ગુજરાતમાં વિતાવ્યા છતાં અમિત શાહ કેવી રીતે સારી હિન્દી બોલી લે છે. તેના પર સૂત્રોનું કહેવું છે કે જેલમાં રહ્યા તે વખતે કોર્ટ દ્વારા ગુજરાતમાં પ્રવેશ પર બે વર્ષ પ્રતિબંધ લગાવ્યો હતો તે વખતે શાહને હિન્દી પર સારી પક્કડ આવી ગઈ હતી.

294 વિધાનસભા સીટો વાળા પશ્ચિમ બંગાળમાં ભાજપે મિશન 250નો લક્ષ્ય નક્કી કર્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે કુલ 42 સીટોમાંથી 18 પર જીત હાંસલ કરી હતી. જ્યારે તૃણમુલને 22 સીટ મળી હતી. ભલે ટીએસીએ ભાજપથી 4 સીટ વધારે મેળવી હતી પણ આ પહેલી તક છે, જ્યારે ભગવા દળને પશ્ચિમ બંગાળમાં આટલી સીટ મળી હતી. જે ભાજપ માટે ખુશી અને ટીએમસી માટે ચિંતાનો આંકડો હતો.