મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દંગલ પર પહેલીવાર વાત કરતાં કહ્યું કે શિસેનાની માગણીઓ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે ઘણીવાર હું અને પીએમ મોદી સાર્વજનીક રીતે કહી ચુક્યા હતા કે જો અમારું ગઠબંધન ચૂંટણી જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે. તેમણે કહ્યું કે જે તે સમયે કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો. હવે નવી માગણી સાથે સામે આવ્યા છે જેને સ્વીકાર કરાય તે શક્ય નથી.

શાહએ રાજ્યપાલના પગલાનું સમર્થન કરતાં કહ્યું કે તે પહેલા સરકાર બનાવવા માટે આટલો સમય કોઈ રાજ્યમાં અપાયો નથી. 18 દિવસ સુધીનો સમય અપાયો હતો. રાજ્યપાલ તમામ પાર્ટીઓને ત્યારે બોલાવ્યા જ્યારે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. શિવસેના, કોંગ્રેસ, એનસીપી અને ન અમે સરકાર બનાવવાનો દાવો કર્યો. જો આજે પણ કોઈ દળ પાસે બહુમત છે તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે.