મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ પોતાને શિસ્તબદ્ધ ગણાવતી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક નમૂના એવા પણ છે કે જે પાર્ટીના ચરિત્રના ચિથડે હાલ કરવામાં સાબુ (સામાન્ય બુદ્ધી) પણ વાપરતા નથી હોતા. આવા શખ્સો પોતે તો બદનામ થાય જ છે પણ જોડે પાર્ટીને ય નિચાજોણું કરતાં હોય છે. ભાજપમાં આવા એક નહીં પણ અનેક છે જે ભૂતકાળમાં આપ જોઈ ચુક્યા હશો. આજે એક વધુ વીડિયો જે સામે આવ્યો છે તેમાં દારૂબંધીના તો લીરેલીરા ઉડે જ છે પરંતુ સંજય દત્ત બનવા નિકળેલા શખ્સ રાજપાલ યાદવ જેવી કોમેડી કરી બેસે છે.
બાબત એવી છે કે, ભરૂચ ભાજપમાં બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદીનો દારુની બોટલ્સ સાથેના બે વીડિયો વાયરલ થયા છે. જે અહીં અંતમાં પણ દર્શાવ્યા છે. આ વીડિયોમાં કમલેશ પોતે તો ઠીક નરેન્દ્ર મોદીને ય પોતાના ડાયલોગમાં ઢસેડી લે છે. પોતાની અટક મોદી હોવાને કારણે કદાચ આમ કર્યું હશે. પરંતુ આ વીડિયોમાં સ્પષ્ટ પણે ભાજપના નેતા જ ગુજરાતની દારૂબંધી અને કડક કાયદાની મંત્રીઓની વાતોને ડંફાસ સાબિત કરી દે છે, કદાચ નશામાં કમલેશ એ બાબત ભૂલી પણ ગયા હશે.
પાછી જેવી તેવી બ્રાન્ડ તો પીતા જ નથી, વીડિયોમાં બ્રાન્ડની પણ શેખી જોવા મળશે, વીડિયોમાં કહે છે, સંજ્જુબાબા 50 તોલા પહેનતા હૈ, મુન્નાબાબા 100 તોલા પહેનતા હૈ. ઔર સિર્ફ પીતા હૈ ડબલ બ્લેક. આ તો ઠીક પછી કહે છે કે, ફિર પતા ચલેગા નરેન્દ્ર મોદી ઔર કમલેશ મોદી કે ગીરેબાનમે હાથ ડાલનેસે ક્યા હોતા હૈ. એક વાર આપ પણ આ વીડિયો જુઓ,...