મેરાન્યૂઝ નેટવર્ક.બલિયાઃ બલિયા જિલ્લાના બૈરિયાથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ યોગ ગુરુ અને પતંજલી બ્રાન્ડ સાથે બિઝનેસમેન બનેલા બિઝનેસમેન બાબા રામદેવના સમર્થનમાં આવ્યા છે. હાલમાં જ તેમણે એલોપેથી સામે નિવેદન આપ્યું હતું. જે પછી રામદેવ વિવાદોમાં આવી ગયા જે બાદ માફી માગનાર બાબાના સમર્થનમાં અને વિરોધમાં લોકો અને અગ્રણીઓ આવવા લાગ્યા છે. રામદેવએ એલોપેથીને સ્ટૂપિડ સાયંન્સ કહ્યું હતું. જે પછી તબીબોના નિશાના પર તેઓ આવી ગયા હતા. દરમિયાન તેમના સમર્થનમાં આવેલા ભાજપના આ ધારાસભ્યએ કહ્યું કે યોગ ગુરુ ભારતીય ચિકિત્સા પ્રણાનીના ધ્વજવાહક છે.

ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ગુરુવારે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બાબા રામદેવ ચિકિત્સકો દ્વારા ટિપ્ણી કરવી નિંદનીય છે. હાલની ચિકિત્સા પદ્ધતી મોંઘી બનાવીને સમાજને લૂંટનારા નૈતિક્તાની શિક્ષા ન આપે. આજે એલોપેથીના ક્ષેત્રમાં દસ રૂપિયાની ગોળીને 100 રૂપિયામાં વેચનારા લોકો સફેદ વસ્ત્રધારી ગુનેગારો હોઈ શકે છે, તે સમાજના હિતેચ્છૂ ન હોઈ શકે.

ધારાસભ્યએ કહ્યું કે બાબા રામદેવની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતી સનાતન પરંપરાની પદ્ધતી છે. તેને સ્વીકાર કરીને આ ક્ષેત્રમાં કામ કરવામાં આવે તો સ્વસ્થ ભારત-સમર્થ ભારત બનાવવાની દિશામાં કાર્ય થઈ શકે તેમ છે. તેમણે એલાન કર્યું છે કે હું સન્યાસી તો નહીં બનું પરંતુ રાજનીતિથી સન્યાસ લીધા પછી હું આ અભિયાન પર પણ સમય આપીશ.

તેમણે કહ્યું કે, એલોપેથના ક્ષેત્રમાં ડોક્ટર્સએ રાક્ષસનું રુપ લીધું છે. મૃતકો પણ આઈસીયુમાં જીવીત બતાવીને પૈસા લેવાની પરંપરા ચાલી રહી છે. તેમણે આગળ કહ્યું કે મારી સમજથી આજના યુગમાં એવા ડોક્ટર્સ તે જુના સનાતન ધર્મના રાક્ષસોથી પણ બદતર છે, કારણ કે રાક્ષસ પણ પહેલા કોઈને મારીને છોડી દેતા હતા, એલોપેથી ડોક્ટર્સ મરેલા માણસને પણ આઈસીયુમાં રાખી પૈસા કમાય છે. એવા લોકો કોઈ રાક્ષસથી ઓછા નથી. તેથી હું બાબા રામદેવના ચિંતનને બળ પ્રદાન કરું છું અને એલોપેથના લોભી અને ભ્રષ્ટ ડોક્ટર્સની નિંદા કરું છું.