સુરતમાં ભાજપનો પાયો નાખનાર, પૂર્વ કોર્પોરેટર તેમજ પ્રદેશના પૂર્વ હોદ્દેદાર તેમજ હાલમાં શહેર કારોબારી સભ્ય એવા રમેશભાઈ ગોટાવાલા  તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ સાથે ભરતભાઈ બોમ્બેવાલા, રાકેશભાઈ ગરીબ નવાજવાલા, ગીતેશભાઈ ગાયવાલા, વિનોદભાઈ કોઠીવાલા, મેહુલભાઈ દૂધવાલા, હંસાબેન ચપડીયા (શહેર કારોબારી સભ્ય, ભાજપ),  સંજયભાઈ વખારિયા (કાર્યકર્તા, ભાજપ) સહિતના મોટી સંખ્યામાં સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

રમેશભાઈ ગોટાવાલા એક પ્રતિષ્ઠિત સમાજ સેવક છે, તેઓ વર્ષોથી તમામ લોકોને મેડિકલ સાધનો નિઃશુલ્ક પુરા પાડે છે. તેઓએ જણાવ્યું હતું કે 35 વર્ષ ભાજપમાં કામ કર્યા પછી હવે મને પીડા અને દુઃખ થાય છે. ભાજપ ભ્રષ્ટ અને ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. હું ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઉ છું. નવા જોડાયેલ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે, તેમજ અભિનંદન પાઠવે છે.