મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું આજે રવિવારે સવારે નિધન થઈ ગયું છે. તે ઘમા સમયથી બીમાર રહેતા હતા. જસવંત સિંહ 82 વર્ષના હતા. તે અટલ બિહારી બાજપેયી સરકારમાં મંત્રી રહી ચુક્યા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ સહિત ઘણા રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માટે કહ્યું કે તેમને હંમેશા એક અલગ પ્રકારની રાજનીતિ માટે યાદ કરાશે. તેમણે ભાજપને મજબૂત બનાવવામાં પણ યોગદાન આપ્યું. હું હંમેશા અમારી વચ્ચેની વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર અને સમર્થકોના પ્રતિ સંવેદના.

પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, જસવંત સિંહજીએ આપણા દેશની સેવા પુરી મહેનતથી કરી, પહેલા એક સૈનિકના રુપમાં અને પછી રાજનીતિ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. અટલજીની સરકાર દરમિયાન તેમણે મહત્વના વિભાગોને સંભાળ્યા અને નાણાં, રક્ષા અને બહારી મામલાઓની દુનિયામાં એક મજબૂત છાપ છોડી. તેમના નિધનથી હું દુઃખી છું. માનવેન્દ્ર સિંહ સાથે વાત કરી અને જસવંત સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. જસવંતજી ગત 6 વર્ષથી પુરી બહાદુરીથી બિમારી સાથે લડી રહ્યા હતા. માનવેન્દ્ર સિંહ જસવંત સિંહના નાના દિકરા છે.

અહીં કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર શું કહ્યું તે રજૂ કરાયું છે.