મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ઝંખવાવ ખાતેના એક સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વધુ એક વાર પોતાની જીભ પર કાબુ કરી શક્યા નથી તેમના થોડા શબ્દોએ ફરી રાજકીય રમખાણ ઊભું કર્યું છે. આ શભ્દો આગામી સમયમાં કોઈ વિવાદને જન્મ આપે તેવી સંપુર્ણ શક્યતા છે. તેમણે કાર્યક્રમાં સંબોધન કરતાં કોંગ્રેસને કાળો કીડો કહી હતી.

ઝંકવાવના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે પાર્ટીમાં નવા લોકોને લઈને પણ વાત કરી જેમાં તેમણે કહ્યું કે, પક્ષમાં જોડાતા નવા સભ્યો માટે પૂર્વ ગ્રહ ન રાખવો. પાર્ટીમાં નવા સભ્યો જોડાશે તો તમારું પદ કે ટીકિટ નહીં જાય. તમારી ટિકિટ અને પદ જશે તેવું મનમાંથી કાઢી નાખજો.

તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને નુકસાન થયાનો સર્વે કરાઈ રહ્યો છે. કુદરતી આફતમાં સરકાર ખેડૂતો સાથે છે. ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય પણ કર્યું નહીં હોય તેવું અમે કરીશું. ખેડૂતોના નુકસાન અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.