પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખ થયા પછી બે તબ્બકામાં પોતાનું સંગઠન માળખું જાહેર કર્યું, સીઆર પાટીલ જાણે છે કે નરેન્દ્ર મોદીના નામના કરીશ્માના ઉપયોગની સાથે અસરકારક કામ પણ અનિવાર્ય છે.જેના કારણે તેમણે જાહેર પસંદ કરેલીસંગઠનનીટીમમાં અનેક એવાનામો છે જેઓ ભાજપના પાયા અને પ્રમાણિક કાર્યકરો હોવા છતાં કોઈક કારણસર કોરણે મુકાઈ ગયા હતા.સી આર પાટીલે પોતાની ટીમમાં આવા ભુલાઈ ગયેલાચહેરાઓને શોધી સામેલ કરી માત્ર આવા કાર્યકરનીકિંમત કરી નથી પણ પોતાની બાજુઓ પણ મજબુત કરી છે, પાટીલની ટીમમાંસામેલ નેતાઓમાં આવું જ એક નામ છેયમલ વ્યાસ.
 
 
 
 
 
યમલ વ્યાસને ભાજપનાપ્રદેશ પ્રવકતા તરીકે લેવામાં આવ્યા છે, જ્યારે ભાજપને સત્તા મળશે તેવો કોઈ આસાર પણ ન્હોતો તેવા સમયમાં યમલ વ્યાસમો ભાજપમાં પ્રવેશ થયો હતો.તે સમયમાં નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી હતા.યમલ વ્યાસ અને નરેન્દ્ર મોદીની પહેલીમુલાકાતમાં જ્યાારે યમલ વ્યાસ ચાર્ટડએકાઉન્ટન્ટ છે તેવી નરેન્દ્ર મોદીને ખબર પડી ત્યારે નરેન્દ્ર મોદીએ તેમના સ્વભાવ મુજબ હળવી ટકોર કરતા યમલ વ્યાસને કહ્યું હતું ભાઈ તું સીએ હોય તો પણ ભાજપમાં શેતરંજી પણ પાથરવી પડશે, જો કે યમલ વ્યાસનીતે માટેની તમામ તૈયારી હતી. યમલ વ્યાસ જેવા અનેક કાર્યકરોત્યારે ભાજપ પાસે હતા.
સમય બદલાયો અને 1998માં ભાજપની બીજી વખતસરકાર બની, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, કેશુભાઈપટેલનીઓફિસમાંએવા કાર્યકરની જરૂર હતી જેઓ મીડિયાના સંપર્કમાંહોય.મુખ્યમંત્રી અને મીડિયા વચ્ચે સેતુ બની શકે તેવી જવાબદારીના ભાગ રૂપે નરેન્દ્ર મોદીએ યમલ વ્યાસ અને હર્ષદ પટેલની પસંદગી કરી હર્ષદ પટેલ પણ યમલ વ્યાસની જેમ લોપ્રોફાઈલ કાર્યકર અને વ્યવસાયે પ્રાધ્યાપક હતા.અમદાવાદ-ગાંધીનગરના પત્રકારો અનેક વખત યમલ વ્યાસ અને હર્ષદ પટેલની મિત્રતામાં મઝાક પણ કરતા કારણ બન્ને સાથીઓરોજ કેશુભાઈપટેલની ઓફિસમાં પહોંચવા માટે સ્કુટર ઉપર આમદાવાદથી ગાંધીનગર જતા હતા.
સમયનું ચક્ર ફરી બદલાયું અને યમલ વ્યાસ અને હર્ષદ પટેલ લાંબો સમય વિચસરાઈ ગયા.જો કે થોડા વર્ષો પછી હર્ષદ પટેલને ફરી ભાજપે મીડિયા સેલની જવાબદારી સોંપી અને હાલમાં હર્ષદ પટેલ ટીચર્સ યુનિવવર્સિટીના વાઈસચાન્સલર છે, જો કે લાંબો સમય રાજકીય મેદાનથીદુર રહેલા યમલ વ્યાસ સત્તાની નજીક નહીં હોવા છત્તાં જ્યારે પણ પત્રકારોને મળે ત્યારે તે જ હસતો ચહેરો,અને ચહેરા અને શબ્દોમાં કોઈ પણ પ્રકારનો રંજ કયારેય વ્યકત કર્યો ન્હોતો, પણ હવેસી આર પાટીલે તેમને ભાજપના પ્રદેશ પ્રવકતા બનાવીસંદેશ આપ્યો કે કામ કરનાર પ્રમાણિક કાર્યકરને પાર્ટી ભુલી નથી.
 
 
 
 
 
ટીમ પાટીલમાં અનેકનવા ચહેરાને પણ સ્થાન મળ્યું છેજેમાં એક નામ છે સિધ્ધાર્થ પટેલ, આમ તો સિધ્ધાર્થ પટેલના પિતા પ્રફુલ પટેલ પુર્વ ગૃહમંત્રી અને હાલમાં દીવ-દમણ દાદરાનગર હવેલી પ્રસાશક છે, પરંતુ સિધ્ધાર્થ પોતાના પિતાપ્રફુલ પટેલને કારણે પાટીલ ટીમમાં સ્થાન પામ્યા છે તેવું નથી, સિધ્ધાર્થની પોતાની ઓળખ છે, ખુદ નરેન્દ્ર મોદી પણ સિધ્ધાર્થને નામ અને કામથી વ્યકિતગતરીતે પરિચીત છે.નરેન્દ્ર મોદી અને સી આર પાટીલ સોશીયલ મીડિયાની તાકાત સારી રીતે સમજે છે.મોદી અને પાટીલ આ માધ્યમનો ખુબ ઉપયોગ કરીરહ્યા છે ત્યારે સોશીયલ મીડિયાની જવાબદારીનું કાર્ય હોશિયાર અને સમજુ વ્યકિતને સોંપવામાટે સિધ્ધાર્થ પટેલની પસંદગી થઈ છે, ભાજપના સોશીયલ મીડિયા સેલનું કામ ભાજપનો પ્રચાર પ્રસાર કરવાનું છે પણ અનેક વખત મીડિયાસેલ વિરોધીઓને જવાબ આપવામાં પ્રમાણ ભાન ભુલીનીચલા સ્તરે જઈ જવાબ આપી રહ્યું હતું. જેની ગંભીર નોંધ ખુદ નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી, પણ હવે સિધ્ધાર્થ પટેલ પોતાની નવી જવાબદારી સંભાળશે.
સીઆર પાટીલની નવી ટીમમાં ખાસ બાબત એવી છે કે તેમણે કોઈનેકોઈ કાણસર વિવાદમાં રહેલા નામોને પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી, આ ઉપરાંત જેઓ પાર્ટી માટે મહત્વના હતા પણ કોઈનાગમા-અણગમાને કારણે હડેસાઈ ગયા હતા તેવી વ્યકિતઓને શોધી તેમને સ્થાન આપ્યું છે અને ત્રીજી મહત્વની બાબત જેમને પસંદ કર્યા તે પૈકીનાઅનેક નામોએકવખતે નરેન્દ્રમોદીનની નજીક હતાઅને જેમને મોદી પસંદકરે છે તેવા નામો પણ સામેલ થયા છે.