મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રુપાણી દ્વારા અચાનક રાજીનામુ આપી દેવાને પગલે વિવિધ તર્ક વિતર્કો ઊભા થયા છે. ઉચ્ચ નેતાગીરીએ આગામી સમયમાં આવી રહેલા ઈલેક્શનને પગલે આ નિર્ણય લીધો હોવાનું લોકોનું માનવું છે કારણ કે આ નિર્ણય હાલ જનહીતનો હોઈ ન શકે તેવું લોકોનું માનવું છે. બીજી બાજુ વિપક્ષો પણ આ નિર્ણય જાહેર થયા પછી પોતાના વાકબાણ ચલાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરાઠિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
મનોજ સોરઠિયાએ આ અંગે કહ્યું હતું કે, ભાજપે પોતાની નિષ્ફળતાનું ઠીકરું વિજય રુપાણીના માથે ફોડ્યું છે. જોકે હવે તેમને ગુજરાતમાં વોટ મળવાના નથી એટલે જે ચહેરા બદલવાની રાજનીતિ છે તે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી હાલ કરી રહી છે. આ સિવાય ભાજપ પાસે કોઈ બિજો વિકલ્પ નથી તેથી વિજય રુપાણીનો ભોગ લેવાયો છે. આમ પણ વિજય રુપાણીની સરકાર કથપૂતળી વાળી સરકાર હતી પોતાની રીતે ક્યારેય કોઈ નિર્ણય કર્યા નથી. આગામી દિવસોમાં જે કોઈ પણ સીએમ બને તે ગમે તે ચહેરો હોય તે આગામી 14 મહિનામાં લોકોને પોતાના કામ કે વહીવટથી પ્રભાવી કરી શકે તેમ નથી. લોકોનો ઉત્સાહ જોતા આગામી સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તે ડરને લીધે આજે વિજય રુપાણીએ રાજીનામું આપ્યું છે.
Advertisement
 
 
 
 
 
વિજય રૂપાણીના રાજીનામાં પર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી શ્રી @manoj_sorathiya જીની પ્રતિક્રિયા pic.twitter.com/gnnOBqxLqR
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 11, 2021