મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરના સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપને આ વખતે ઘાટીમાં અસ્મર્ણિય વિજય મળી છે. ઘાટીમાં થયેલી ચૂંટણી દરમિયાન ભાજપે દક્ષિણ કશ્મીરના ચાર જિલ્લાઓમાં ક્લીન સ્વીપ કર્યું છે. કશ્મીરના આતંક અસરગ્રસ્ત શોપિયાં, કુલગામ, પુલવામા અને અનંતનાગ જિલ્લાઓમાં ભાજપે સ્વરાજ્યની સીટ પર જીત હાંસલ કરી છે, જેનાથી સ્થાનીક સ્તર પર આ જિલ્લાઓમાં ભાજપને એક સંજીવની મળી ગઈ છે.

શનિવારે જાહેર કરાઈ રહેલી સ્વરાજ્ય ચૂંટણીના પરિણામમાં ભાજપને અત્યાર સુધી શોપિયાના 12 વોર્ડ્સમાં વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે 5 વોર્ડમાં નામાંકન ન થવાના કારણે કોઈપણ વિરોધી ઊભો થઈ શક્યો નથી. તે ઉપરાંત કાજીગુંડ નગરમાં ભાજપને 7માંથી ચાર સીટો મળી ગઈ છે. સાથે સાથે પહલગામ નગરની ચૂંટણીમાં 13માંથી 7 સીટો પર ભાજપાના ઉમેદવારોની જીત થઈ છે. પહલગામની બાકી 6 સીટો પર કોઈ નોંધણી ન થવાના કારણે અહીંના પ્રતિનિધિઓની ચૂંટણી નથી થઈ શકી. ભાજપ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીને પણ દક્ષિણ કશ્મીરમાં અને મધ્ય કશ્મીરના ઘણા વોર્ડમાં જીત હાંસલ થઈ છે. કોંગ્રેસને અનંતનાગના ડોરુમાં 17 સીટો પૈકી 14માં વિજય મળ્યો છે.