મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: બ્રિટિશ બીચ પર વિચિત્ર સમુદ્રના જીવો જોવા મળ્યા હતા. 47 વર્ષના માર્ટિન ગ્રીન, જ્યારે પરિવાર સાથે વેકેશન પર હતા ત્યારે  તે નોર્થ વેલ્સના કર્નારફોન કિનારે તેને એક વિચિત્ર વસ્તુ જોઇ હતી. ગ્રીન અને તેના પરિવારે, પહેલા તો વિચાર્યું તે માત્ર એક વિચિત્ર દેખાતો ભાગ હતો. સ્કોટિશ સનના સમાચાર અનુસાર, જ્યારે તેઓ નજીક જઈને જોયું ત્યારે ડ્રિફ્ટવુડનો ટુકડો ખરેખર હજારો દરિયાઇ જીવોથી ઢંકાયેલો હતો.

તેણે ફેસબુક પર જે ફૂટેજ શેર કર્યા છે તેમાં ભયાનક જીવો તેના સફેદ વર્તુળમાંથી બહાર આવતા જોઇ શકાય છે, જેને તેમણે "જોવાનું રસપ્રદ" ગણાવ્યું છે.

ગ્રીન લિવરપૂલ ઇકોને કહ્યું કે, 'મારી પત્નીએ આ વસ્તુ જોઇ, અમે બધા બીચ થી બહાર આવી ગયા હતા. તેણે કોલ કરી બોલાવ્યો અને અમને કહ્યું, પાછા આવો, આ જોવો . જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને જોયું, તો પહેલા લાગ્યું કે તે આ દુનિયાના નથી.

ગ્રીન અને તેના પુત્રએ ગૂગલ પર સર્ચ કર્યું કે આ દરિયાઈ જીવો શું હોઈ શકે છે તે શોધ્યું. તેમને તે ગોશેનેક બાર્નકલ્સ હોવાનું જણાયું. આ દુર્લભ જીવો પોર્ટુગલ અને સ્પેનમાં જોવા મળે છે અને એક તે 25 પાઉન્ડમાં વેચી શકાય છે.

જ્યાં તેમણે કહ્યું, 'ગૂગલ પર સર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે દરેક 25 પાઉન્ડમાં વેચાય છે અને આ લોગમાં લગભગ 2 હજાર હતા.'

તેમણે કહ્યું, "અમને ખબર પડી કે તે સૌથી મોંઘા દરિયાઇ જીવોમાંના એક છે જેને તમે ખરીદી શકો છો." સ્કોટિશ સન અનુસાર, બાર્નેકલથી ઢંકાયેલા લોગની કિંમત 50,000 પાઉન્ડ - લગભગ 48 લાખ રૂપિયા થઇ શકે છે 

ગ્રીનએ વિચિત્ર શોધનું ચોક્કસ સ્થાન જાહેર કર્યું નથી. તેમને એટલા માટે આમ કર્યું , જેથી કોઈ અહીં પહોંચીને તેમને સમાપ્ત ન કરે.