મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી : એક પક્ષી વરસાદથી તેના બચ્ચાંને બચાવતો હ્રદયસ્પર્શી વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુધા રમને ટ્વિટર પર શેર કર્યો છે. ક્લિપ મૂળ ફોટોગ્રાફર અલ્પર તુયડિસ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી.

12-સેકંડની વિડિઓમાં, એક સારસ અને તેના બચ્ચાં તેમના માળામાં બેઠા જોઈ શકાય છે. જ્યારે વરસાદ શરૂ થાય છે, ત્યારે પક્ષી બાળકોની સુરક્ષા માટે તેની પાંખો ફેલાવે છે. વીડિયો શેર કરતા સુધા રમને કેપ્શનમાં લખ્યું હતું, "કારણ કે તે એક માતા છે."

ભારતીય વન સેવા સેવા અધિકારી સુધા રમને શેર કરેલો આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, બિનશરતી પ્રેમ. બીજાએ લખ્યું - માતાનો પ્રેમ.
 

Advertisement