મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આજકાલ ઈન્ટરનેટ પર બિનોદ (Binod) છવાયેલો છે, ગત વર્ષે JCB ki Khudayi હેશટેગ ગણો ટ્રેન્ડમાં રહ્યો હતો. ગત કેટલાક દિવસોથી, ઘણી બ્રાન્ડ અને સોશિયલ મીડિયા યૂઝર્સ Binodના અંગે ટ્વીટ કરી રહ્યા છે. PayTMએ ટ્વીટર પર પોતાનું નામ બદલીને Binod કરી લીધું અને થોડા સમય સુધી તેને એમનું એમ રહેવા પણ દીધું. મુંબઈ પોલીસે Binod નામના તમામ લોકોને અનુરોધ કર્યો કે જો તે પોતાનું પહેલું નામ રાખે છે તો પોતાનો ઓનલાઈન પાસવર્ડ બદલી નાખો. એરટેલે કહ્યું કે, હાં Binod બોલ સાથે દરેક કોલ પ્રાપ્ત થશે. ફ્રાંસીસી હેકર ઈલિયન એલ્ડર્સને પોતાના ફોલોઅર્સને પોતાને Binod કહેવાનું કહ્યું છે. ટ્વીટર પર Binodને લઈને ઘણા મજેદાર મીમ્સ અને જોક્સ (Binod Memes And Jokes) બની રહ્યા છે.

કેમ બધા અચાનક Binodના અંગે ટ્વીટ કરી રહ્યા છે?

આ બધુ શરૂ થયું ત્યારે જ્યારે યૂટ્યૂબ ચેનલ Slayy Point એ એક વીડિયો શેર કર્યો, જ્યાં ક્રિએટર્સ અભ્યુદય અને ગૌતમીએ યુટ્યૂબ વીડિયોની ટીપ્પણી અનુભાગની તપાસ કરવાનો નિર્ણય કર્યો. આ પર તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું. 'क्यों इंडियन कमेंट सैक्शन कचरा (Binod) है.' જેને 15 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના સબસ્ક્રાઈબર્સને તેમના થકી પ્રાપ્ત કેટલીક કમેન્ટન્સને બતાવી. તેમણે એક બિનોદ થારૂ નામના યૂઝર્સની કમેન્ટ બતાવી. જ્યાં તેણે બિનોદ ઉપરાંત કમેન્ટમાં બીજું કાંઈ જ લખ્યું ન હતું. જુઓ વીડિયો

થોડી જ મીનિટોમાં વીડિયો વાયરલ થવા લાગ્યો. યૂટ્યૂબ પર આ વીડિયો ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યો. લોકોએ આ વીડિયોના કમેન્ટ સેક્શનને Binod... Binod... લખીને ભરી નાખ્યું. થોડા સમયમાં તો આ ટ્રેન્ડ ટ્વીટર પર પણ ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યું. લોકોએ બિનોદ પર જોરદાર જોક્સ બનાવ્યા અને મીમ્સ બનાવ્યા અને ઘણા બ્રાન્ડ્સથી લઈને પોલીસ વિભાગે પણ Binodને લઈને ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું.