મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બિહાર સરકાર, મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સામે અપમાનજનક અથવા વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને સાઈબર ક્રાઈમ અંતર્ગત લાવવાના આદેશ સામે આવ્યા પછી મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકાર ડેમેજ કંટ્રોલના મોડમાં આવી ગઈ છે. બિહાર પોલીસે શુક્રવારે પોતાના આ પગલા પર સ્પષ્ટીકરણ જાહેર કરતાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એટલે કે રચનાત્મક આલોચનાની વકીલાત કરી છે. આ નિવેદનમાં કહેવાયું છે કે તંત્ર રચનાત્મક આલોચનાનું સ્વાગત કરે છે અને આ આદેશ અંતર્ગત બસ અપમાનજનક ભાષાનો પ્રયોગ રનારા અને અફવાઓ ફેલાવનારા લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવશે.

બિહારના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેડકાર્ટર્સના જિતેન્દ્ર કુમારનું કહેવું છે કે, આલોચના લોકતંત્રના માટે લાભદાયક હોય છે, પરંતુ આલોચના રચનાત્મક હોવી જોઈએ અને ભાષા મર્યાદાની સીમા હોવી જોઈએ. આ એડવાઈઝરી સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાની અપમાનજનક ભાષા, અફવાઓ અને ખોટી સૂચનાઓના ફેલાવાને ધ્યાનમાં લેતાં જાહેર કરવામાં આવી છે. આ તમામ આઈટી એક્ટ અંતર્ગત દંડનીય ગુનાઓ છે.

આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી નીતીશ કુમારએ રાજ્ય પોલીસની આર્થિક ગુના શાખાને આદેશ કર્યા છે કે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટનો રિપોર્ટ કરવામાં આવે તેમને ફેલાવનારાઓના સામે એક્શન લેવામાં આવે. આ સંકેત છે કે નીતીશ કુમાર ઈંટરનેટ પર થઈ રહી આલોચનાઓથી પ્રભાવિત થઈ રહ્યા છે.