મેરાન્યૂઝ નેટવર્ક.મુજફ્ફરપુરઃ બિહારના મુજફ્ફરપુરમાં અક્યૂટ ઈંસેફ્લાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ

) તાવને કારણે મરનાર બાળકોની સંખ્યા 80નો આંકડો વટાવી ગઈ છે. ઘણા દર્દીઓની હાલત હજુ પણ ગંભીર છે અને પીડિત તમામ રોગિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન રવિવારે મુજ્જફરપુર પહોંચી ગયા છે. હર્ષવર્ધન આ સિન્ડ્રોમના પ્રકોપ બાદની સ્થિતિની સમિક્ષા કરી રહ્યા હતા.

ડો. હર્ષવર્ધનએ શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો પ્રવાસ કર્યો અને તબીબો સાથે ત કરી. મેડિકલ કોલેજએ રવિવારે ત્રણ બાળકોના મોત થયાની પૃષ્ટી કરી હતી. દરમિયન બિહાર સરકારના મંત્રી સુરેશ શર્માએ એઈએસથી કહ્યું છે કે, રાજ્ય સરકાર શરૂથી જ આ બિમારી પર કામ કરી રહી છે. દવાઓ કોઈ ઘટ્ટ થી. જોકે તેમણે માન્યું કે વર્તમાનમાં ઈમર્જન્સી સ્થિતિને જોતા બેડ અને આઈસીયુની ઘટ્ટ છે.

ઉલ્લેખનીય છે કે સતત મોતોને કારણે સ્વાસ્થયના તપાસ તજજ્ઞોની ટીમ મુજફ્ફરપુરમાં છે. ત્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, વિસ્તારમાં ગરમીનો પ્રકોપ, વરસાદનો ભેજ થવાને કારણે હાઈપોગ્લાઈસીમિયા (શરીરમાં અચાનક સુગરનું ઘટવું) જેને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.