મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સામે નિવેદનબાજી કરવાની ભૂલ એમએલસી ટુન્ના પાંડેયને ભોગવવી પડી રહી છે. ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેની જાણકારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલએ આપી છે. તેમણે કહ્યું કે ટુન્ના પંડેય પાર્ટી લાઈનના વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ તરફથી આ મામલામાં જાણકારી જાહેર કરાઈ છે. તેમાં કહ્યું છે કે, ટુન્ના પાંડેયને પાર્ટીના અનુશાસનના વિરુદ્ધ નિવેદન આપવાના કારમે અનુશાસન સમિતિના અધ્યક્ષ વિનય સિંહની કારણ દર્શક નોટિસ ઈશ્યૂ કરાઈ હતી. જે છત્તાં પણ તેમણે પાર્ટી લાઈન વિરુદ્ધ ફરી એક નિવેદ આપી દીધું. તેનાથી સિદ્ધ થાય છે કે તે હવે પોતાને પાર્ટીના દિશા નિર્દેશથી ઉપર માને છે. તેવામાં તેમને તત્કાલ રુપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.