મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સહિત બીજા ઘણા પદો પર ફેરફારો કર્યા છે. ભાજપ દ્વારા કરાયેલા સંગઠનાત્મક ફેરફારો અંતર્ગત રામ માધવ, મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા છે. જેમની જગ્યા દુષ્યંત કુમાર ગૌતમ, ડી પુરેદશ્વરી, સી ટી રવિ અને તરુણ ચુગને પાર્ટીના નવા મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.

સાથે જ યુવા સાંસદ તેજવ્સી સૂર્યાને ભાજપના યુવા મોર્ચાની જવાબદારી સોંપવામાં આવી છે. ઓબીસી મોર્ચાના પ્રમુખ લક્ષમણ, અલ્પસંખ્યક મોર્ચાના પ્રમુખ જમાલ સિદ્દીકી અને લાલ સિંહ આર્યને એસસી મોર્ચાના પ્રમુખ બનાવાયા છે. સમીર ઓરાંવને એસટી મોર્ચાની જવાબદારી સોંપવામાં આવી છે.

રાધા મોહન સિંહ, મુકુલ રાય , રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીબેન શિયાળ, ડી કે અરુણા, એમ ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટી નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે. પાર્ટીએ 5 રાષ્ટ્રીય પ્રવક્તાઓની નિમણૂક કરી છે. આમાં અનિલ બાલુની, સંજય મયુખ, ડો. સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને શાહનવાઝ હુસેનનો સમાવેશ થાય છે.


 

 

 

 

 

ભાજપ કાર્યકર્યાઓને વડાપ્રધાને કહ્યુંઃ ખેડૂતો વચ્ચે જઈને કૃષિબિલ અંગે વાત કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વર્ચુઅલ પ્રોગ્રામમાં વાતચીત કરી અને ફાર્મ બિલ 2020 ના વિરોધ પક્ષના વિરોધની ટીકા કરી. તેમણે તેમના પક્ષના કાર્યકરોને ખેડૂતોની વચ્ચે જવાની અને ખેડૂત બિલ અંગે તેમની શંકાઓને દૂર કરવાની સલાહ આપી. વિરોધપક્ષની નિંદા કરતાં તેમણે કહ્યું કે આઝાદી બાદથી 'ખેડૂત અને મજૂરોને ગુંચવાયા વચનો અને કાયદા મળ્યા છે', અને તેમની સરકારે મોટા સુધારા લાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો સંસદમાં પસાર કરાયેલા ત્રણ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ પાર્ટી કાર્યકરોને કહ્યું હતું કે 'ભાજપના તમામ કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોનો સંપર્ક કરવો જોઈએ અને તેઓએ નવા કૃષિ સુધારાનું મહત્વ અને માહિતીને સરળ શબ્દોમાં સમજાવવી જોઈએ. તેમને જણાવવું જોઈએ કે આ બિલ તેમને કેવી રીતે સશક્ત કરશે. જમીન પરની અમારી કનેક્ટિવિટી વર્ચુઅલ વિશ્વમાં ફેલાયેલા પ્રચારનો સામનો કરશે.