મેરાન્યૂઝ નેટવર્ક.પટનાઃ બિહારની રાજધાી પટનામાં ઘૂસ લઈને મહાત્મા ગાંધી બ્રિજ પર ભારે વાહન ખસેડી ઓવર લોડેડ ટ્રકને પાર કરાવવાના આરોપમાં 45 પોલીસ વાળાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કાર્યવાહી પટનાના ટ્રાફીક પોલીસ અધિક્ષક અમરકેશ ડીએ કરી છે. બિહાર પોલીસના ઈતિહાસમાં કદાચ જ એક સાથે આટલી મોટી સંખ્યામાં લાંચ લેવાના આરોપમાં પોલીસવાળાઓની સામે કાર્યવાહી થઈ હશે.

છઠ પુજાના દરમિયાન ભયંકર જામ હતો, ન ફક્ત ટ્રક પાસે નાણાં લઈને પરવાનગી આપવાના કારણે પણ ઘૂસના રૂપિયાની ભાગ-બટાઈ (ભાગલા પાડવા) માટે પણ તેમની વચ્ચે મારામારી થઈ ગઈ હતી. જેની તપાસમાં પુરો ઘોટાળો બહાર આવ્યો હતો. સસ્પેન્ડ પોલીસ કર્મીઓમાં છ પીઆઈ, સાત એએસઆઈ અને 32 સિપાહી શામેલ હતા.

આ કેસની કાર્યવાહી કરનારા પોલીસ ઓફિસર અમરેશ ડીનું કહેવું છે કે સીસીટીવીની તપાસ બાદ પહેલી દ્રષ્ટિએ જોતાં આ ૪પ પોલીસ-કર્મચારીઓ પર લાગેલો લાંચ લેવાનો આરોપ સાચો સાબિત થઇ રહ્યો છે. એના આધાર પર હવે પ્રાથમિક કેસ દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો  છે.