મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: સિનેમા છોડીને ઇસ્લામના સંપૂર્ણ પ્રચાર માટે જીવનની ઘોષણા કરી ચૂકેલી પૂર્વ અભિનેત્રી સના ખાન નિકાહ કરી લીધા છે. સનાએ ગુજરાતના સુરત શહેરમાં પરિવારના સભ્યોની હાજરીમાં આ નિકાહ કર્યા આ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે આ લગ્નમાં સનાએ ઉપરથી નીચે સુધી સફેદ કપડાં પહેર્યા છે. તેમજ તેના પતિ મુફ્તી અનસ પણ સફેદ કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા. સના ખાન જ્યાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતી ત્યાં સુધી તેના લાખો ચાહકો હતા. તેની કારકિર્દીમાં સનાએ 'હલ્લા બોલ', 'જય હો', 'વજહ તુમ હો' જેવી થોડીક હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું છે. સનાનું મોટાભાગનું કામ દક્ષિણ ભારતની ફિલ્મોમાં રહ્યું છે.

વર્ષ 2016 ની ફિલ્મ 'વજહ તુમ હો'માં સના શરમન જોશી અને ગુરમીત ચૌધરી સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં સનાએ ખૂબ જ બોલ્ડ અંદાજ બતાવ્યો હતો અને અહીંથી તેને લાખો ચાહકો મળ્યા હતા. તે ચાહકો આજે પણ છે અને સના ખાનના આ લગ્ન બદલ તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. સનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા આપવાનો નિર્ણય થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને કર્યો હતો.

સના લગભગ 15 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે પણ અચાનક સમજાયું કે દુનિયામાં માનવીનો હેતુ ફક્ત પૈસા અને ખ્યાતિ મેળવવાનો ન હોવો જોઈએ. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં સનાએ લખ્યું કે, 'હું મારા જીવનના એક મહત્ત્વના તબક્કે તમારી સાથે વાત કરું છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી છું અને અહીંથી મને મારા પ્રિયજનો, ચાહકો  તરફથી ખ્યાતિ, આદર, સંપત્તિ અને બધુ મળ્યું. હું આ માટે દરેકની આભારી છું.

સનાએ પ્રશ્નાત્મક સૂરમાં લખ્યું, 'થોડા દિવસોથી હું વિચારી રહી છું કે શું કોઈ વ્યક્તિ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ મેળવવાના હેતુથી આ દુનિયામાં આવ્યો છે?  શું તે તેની ફરજ નથી કે જેનું જીવન તે લોકોની સેવા કરવામાં વિતાવે જે નિરાધાર છે?  શું કોઈ વ્યક્તિએ વિચારવું ન જોઈએ કે તે કોઈ પણ સમયે મરી શકે છે? અને મરી ગયા પછી તે શું બનશે? લાંબા સમયથી આ પ્રશ્નોના જવાબો શોધી રહી છું? ખાસ કરીને આ સવાલનો જવાબ જ્યારે માણસ મરી જાય છે અને તે પછી તે શું બનશે? ' 

સનાની પોસ્ટ પર તેના ચાહકો તેના મત સમજી ગયા અને કેટલાક લોકોએ આ પોસ્ટ પર સનાને ટ્રોલ પણ કરી. ત્યારબાદ સનાએ તેણીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી તે સમગ્ર સમયની તમામ તસવીરોને દૂર કરી. તેણે ફક્ત તે જ તસવીરો રાખી હતી જેમાં સનાએ હિજાબ પહેર્યો છે. હવે સના ફક્ત હિજાબ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.