મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની મોટી જીત થઈ છે. મહિલા અધિકારીઓ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્થાયી કમીશન માટે મહિલા અધિકારીઓ માટે બનાવવામાં આવેલા મેડિકલ ફિટનેસ માપદંડને મનમાની અને તર્કહીન કહ્યો છે. તેનાથી મહિલા અધિકારીઓને મોટી રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે સેનાને દિશા-નિર્દેશ આપ્યા છે કે જે મહિલા અધિકારીઓને મેડિકલ ગ્રાઉન્ડ પર પીસીથી હાર કરવામાં આવ્યા છે તેના પર એક મહિનામાં ફરીથી વિચાર કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020ના પોતાના નિર્ણય છત્તાં સેનામાં ઘણી મહિલા અધિકારીઓને ફિટનેસના આધાર પર સ્થાયી કમિશન નહીં આપવાના નિર્ણયને ખોટો કહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટએ તેના પર 2010માં પહેલો નિર્ણય આપ્યો હતો. 10 વર્ષ વિતી ગયા બાદ મેડિકલ ફિટનેસ અને શરીરના આકારના આધાર પર સ્થાયી કમીશન ન આપવું યોગ્ય નથી.

સુપ્રિમ કોર્ટે સેનાને નિર્દેશ કર્યો છે કે તે એક જ મહિનાની અંદર મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમિશન આપવા પર વિચાર કરે અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરતાં 2 મહિલાની અંદર આ અધિકારીઓને સ્થાયી કમિશન આપે.


 

 

 

 

 

કોર્ટે આજે કહ્યું કે, 2010 માં, દિલ્હી હાઈકોર્ટે મહિલાઓને કાયમી કમિશન આપવાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ 284 માંથી માત્ર 161 મહિલાઓને કાયમી કમિશન આપવામાં આવ્યું છે. આ લોકોને તબીબી ગ્રાઉન્ડ પર નકારી કાઢવામાં આવ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેને નકારી કાઢવામાં આવી છે. તેમને વધુ એક તક આપવી જોઈએ. આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનાના તબીબી માપદંડ યોગ્ય નથી. મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે, મહિલા અધિકારીઓએ તેમની નોકરીના 10 માં વર્ષમાં જે તબીબી ધોરણ હતા. તે મુજબ ન્યાય કરવો જોઇએ. એક મહિનાની અંદર, આ મહિલાઓ ફરી મેડિકલ કરાવી લેશે અને જો તેઓ તબીબી રીતે ફીટ હશે તો બે મહિનામાં કાયમી કમિશન આપવામાં આવશે.

આ સમય દરમિયાન, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની મહત્વપૂર્ણ ટિપ્પણી હતી કે 'આપણો સમાજ પુરુષો માટે પુરુષો દ્વારા બનાવવામાં આવે છે. તબીબી પ્રેક્ટિસ માટે સેના દ્વારા બનાવેલા નિયમો મહિલાઓ સાથે ભેદભાવ રાખે છે.