મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ગુજરાતના જાણીતા મંદિરોમાં આગવું સ્થાન ધરાવનાર સુપ્રીધ્ધ યાત્રાધામ શામળાજીમાં મહાસુદ પૂનમ (માધ પૂર્ણિમા) હોવાથી વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ધાર્મિક ગ્રંથોમાં માઘ માસનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્ર પરથી માઘ મહિના તરીકે ઓળખાતી આ પૂર્ણિમા આ વર્ષે વિશેષ સંયોગ લઈને આવી છે. પુણ્ય નક્ષત્ર છે હોવાથી ભગવાન વિષ્ણુનું પૂજન- પાઠ, જપ, તપ, વ્રત કરવાનો વિશિષ્ઠ મહિમા હોવાથી શામળાજીમાં બિરાજમાન કાળીયાઠાકોરના દર્શનાર્થે ભારે ભીડ ઉમટી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મહાસુદ પૂનમે રાજ્યભર માંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટ્યા હતા. હાલ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ ને સિક્સલેન માં પરિવર્તિત કરવાનું કામકાજ ચાલતું હોવાથી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શામળાજી પોલીસે ટ્રાફિક હળવો કરવા આંખો દિવસ સતત મથામણ કરતી નજરે પડી હતી.