મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાખા અને કોલેજ ખોલવા અંગે નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોરોનાની બીજી લહેર સમયે શિક્ષણ કાર્યો બંધ કરાયા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે સરકાર દ્વારા ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન પરીક્ષા લેવાશે તેવું નક્કી કર્યું છે. જે અંગે ભુપેન્દ્રસિંહે કહ્યું કે, નિષ્ણાંતો શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મ્હેણાં મારે છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારની ઉચ્ચ સ્તરની બેઠકમાં શાળા કોલેજ સહિતના શિક્ષણ કાર્યો અંગે નિર્ણય કરાશે જેની બાદમાં જાહેરાત કરાશે. પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તેના પછી ધોરણ 6, 7, 8, 9ની અલગ અલગ જાહેરાતો કરાશે.
તેમનું કહેવું છે કે, પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11માં પહોંચી ગયા છે. શિક્ષકોની વેદના છે કે વિદ્યાર્થીઓને 9મા ધોરણનો અભ્યાસ કરાવવો જોઈએ. વિદ્યાર્થિઓ ડિટેન્શન નીતિને કારણે ધો. 9 સુધી પરીક્ષા વગર પહોંચે છે અને આ વખતે ધોરણ 10માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું જેથી નિષ્ણાંતોનું માનવું છે કે શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મ્હેણાં મારે છે અને નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર પ્રથમ ધ્યાન મુકશું.