દેવલ જાદવ (મેરાન્યૂઝ. ગાંધીનગર): આજે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. જે સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું હતું તેમને પાંચમી હરોળમાં બેઠા હતા. ત્યાર બાદ બોડીગાર્ડ દ્વારા કોર્ડન કરીને તેમને આગળ લાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી તરીકે વરણી થાય બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, " માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, સી. આર. પાટીલ અને વિજયભાઈ રૂપાણી દ્વારા મારા પર જે વિશ્વાસ રાખ્યો છે તેમનો હું આભાર માનું છું. આનંદીબેન પટેલના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. ગુજરાતના વિકાસના કામ સંગઠન અને સરકાર બંને સાથે મળીને કરીશું. હું મુખ્યમંત્રી બનીશ કે નહીં તેનો મને કોઈ અણસાર હતો નહીં. "