મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારંભમાં અમિત શાહ પણ હાજર હતા. પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આપને અહીં જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદની રેસમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રુપાલા, આર સી ફળદુ, પ્રફુલ ખોડા પટેલ સહિતના નામો દાવેદારીમાં ચાલી રહ્યા હતા પરંતુ ભાજપે ફરી ચોંકાવવાનો દાવ ખેલી સહુને ખોટા પાડ્યા અને ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું હતું. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે તે મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની પસંદ હતા.

જોકે હવે જોવાનું એ છે કે ભૂપેન્દ્ર પટેલ સાથે કેટલા લોકો અને કયા સમુદાયના મંત્રીઓ બનાવાય છે. શું ભાજપ પહેલાની જેમ જ એક કે બે ડેપ્યૂટી સીએમ પણ ગુજરાતમાં નિયુક્ત કરશે, શું નીતિન પટેલ ફરી નાયબ મુખ્યમંત્રી બનશે, એ તો જોકે આવનારો સમય જ બતાવશે.

Advertisement


 

 

 

 

 

ધારાસભ્ય દળની બેઠકમાં રવિવારે હાજર પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને સર્વસમ્મતી મળી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં અચાનક ગુજરાતમાં થયેલી નેતાગીરીના ફેરફાર આગામી વિધાનસભા ચૂંટણીને કારણે છે. જનતા માટે શું હતું કે છે તે નેતાઓના નિવેદનોમાં જાણવા મળશે.