મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સરકારે ડિઝિટલ પેમેન્ટને વેગ આપવા માટે ભીમ એપને લોન્ચ કરી છે જે યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈંટરફેસ) પર આધારિત છે. ભારતમાં કરોડો લોકો ભીમ એપનો ઉપયોગ કરે છે પરંતુ આ લોકોની ખાનગી જાણકારી પણ હવે જોખમમાં છે. ઈઝરાયેલી સિક્યૂરિટી ફર્મ vpnMentorએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતના અંદાજીત સીતેર લાખ ભીમ એપ યૂઝર્સનો ડેટા લીક થઈ ગયો છે. કંપનીનો દાવો છે કે આ ડેટા તે વખતે લીક થયો છે, જ્યારે ભીમ એપ પર અપલોડ કરવામાં આવી રહ્યો હતો.

આધારકાર્ડ જેવી ખાનગી જાણકારી થઈ ગઈ સાર્વજનિક

સિક્યૂરિટી ફર્મની રિપોર્ટ અનુસાર કુલ 409 જીબી ડેટા લીક થયો છે જેમાં યૂઝર્સના આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રો, નિવાસનું પ્રમાણ, બેન્ક રેકોર્ડની સાથે તેમની પ્રોફાઈલની પણ જાણકારી શામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જે વેબસાઈટથી ડેટા લીક થયો છે. તેનો ઉપયોગ ભીમ એપના પ્રચારના માટે કેમ્પેનમાં કરાયો હતો. તે વખતે ભીમ એપમાં બિઝનેસ મર્ચન્ટ અને યૂઝર્સને એપ સાથે જોડવામાં આવી રહ્યા હતા. ડેટા અપલોડિંગના વખતે કેટલોક ડેટા અમેઝોન વેબ સર્વિસ એસ3 બકેટમાં સ્ટોર થઈ રહ્યો હતો જે સાર્વજનિક છે. આ પુરો ખેલ ફેબ્રુઆરી 2019માં જ થઈ ગયો છે.

આ ડેટા લીકથી શું છે નુકસાન, જાણો

આ ડેટા લીક થયા બાદ ભારતના લાખો ભીમ એમ યૂઝર્સની પર્સનલ જાણકારી હેકર્સ પાસે પહોંચી ગઈ છે. હેકર્સના પાસે આપના આધારકાર્ડથી લઈને બેન્કની પણ જાણકારી છે. એવામાં આપને સહેલાઈથી હેકિંગનો શિકાર બનાવી શકાય છે, જોકે આ ખામીને ગત એપ્રિલમાં યોગ્ય કરી લેવાઈ છે, પરંતુ જે લોકોનો ડેટા લીક થયો છે, તેમના પર લટકતી તલવાર હજુ પણ છે. આ ડેટા લીક પર ભીમ એપને બનાવનાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન અને કોમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.