મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ ભિલોડા તાલુકાના ઓડ ગામના અને ભેટાલી ગ્રામ પંચાયત માં નિયમિત અને વાંકાનેર ગ્રામ પંચાયત માં  ચાર્જ ધરાવતા તલાટી ની વાંકાનેર પંચાયત ઘરમાં પાંખે દોરી થી ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી હતી.મૃતક તલાટીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવી ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એટીડીઓ રાકેશ પટેલે ગ્રામ પંચાયતમાં જ તલાટીની હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી હતી. પોલીસને આ ઘટનામાં એક અંતિમચિઠ્ઠી પણ મળી છે.

પરિવારજનોએ એટીડીઓ રાકેશ પટેલ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા ભિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. રાજપૂતે પરિવારજનો સાથે સમજાવટ કરી મૃતક તલાટી ના ખિસ્સા માંથી મળી આવેલ સુસાઇડ નોટ કબ્જે લઈ મૃતક તલાટીની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તલાટીની હત્યા કે આત્મહત્યા અંગે કોકડું ગૂંચવાયું છે.

ભિલોડા તાલુકાના ઓડ ગામના અને ભેટાલી ગ્રામ પંચાયત માં નિયમિત અને વાંકાનેર ગ્રામ પંચાયત માં  ચાર્જ ધરાવતા તલાટી મહેન્દ્રભાઈ જીવાજી અસારી ની વાંકાનેર પંચાયત ઘરમાં પાંખે દોરી થી ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી હતી.મૃતક તલાટી ના ખિસ્સા માંથી સુસાઇડ નોટ મળતા આત્મહત્યા કે હત્યા થઈ હોવાનું રહ્શ્ય ઘૂંટાયું હતું તલાટી ના પરિવારજનોએ ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એટીડીઓ રાકેશ પટેલ (રહે, ટંકાટૂંકા) એ હત્યા કરી તલાટીની લાશને પંખા પર લટકાવી બહારથી ગ્રામપંચાયતનો દરવાજો બંધ કરી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.અને એટીડીઓ સામે હત્યાનો ગુન્હો નોંધવામાં આવેની માંગ સાથે અડગ રહેતા મૃતક તલાટીની લાશ સ્વીકારવાનો નનૈયો ભણતા ભિલોડા પોલીસે આખરે મૃતક તલાટીની પત્ની કૈલાશબેન મહિન્દ્રભાઈ અસારી ની ફરિયાદના આધારે તાલુકા પંચાયત ભિલોડામાં એટીડીઓ તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલ (રહે,ટાકાટૂંકા, ભિલોડા) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મૃતક તલાટીના ખિસ્સા માંથી સુસાઈડ નોટ અને ખાનગી ડાયરી પોલીસને હાથ લાગી

મૃતક તલાટી મહેન્દ્રભાઈ અસારી એ લખેલી સુસાઈટ નોટમાં જણાવ્યું હતું કે મેં મારી પોતાની જાતે આત્મહત્યા કરી છે અને સરકારી કામનું ભારણ  વધુ આપતા મેં આત્મહયા કરી છે આમા મારા પરિવારજનોનો કોઈ હાથ નથી.અને પોલિસ ને એક મૃતકની ખાનગી ડાયરી પણ હાથ લાગી છે હવે તે અંગે પોલિસ પુરાવાને ફોરેન્સિક માં મોકલી આપી હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.