મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ ચોમાસાની સિઝન દરમ્યાન સાર્વત્રિક મેધમહેર દરમ્યાન અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ગ્રામ પંચાયત કચેરી હસ્તક ની ઠેર ઠેર સ્ટ્રિટ લાઈટ્સ છેલ્લા ધણા સમય થી શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે. ચોરીઓનો ઉપદ્રવ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.

ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં ઠેર ઠેર સ્ટેટ લાઈટો શોભાના ગાંઠિયા સમાન બંધ અવસ્થામાં હોય ખાણી - પીણીની લારીઓ વાળા નાના - નાના વેપારીઓ રાત્રી દરમ્યાન અંધારામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાત્રે અંધારામાં મહિલાઓ અને રાહદારીઓ પણ ભારે મુંઝવણમાં મુકાઈ રહ્યા છે. જાગૃત વેપારીઓ અને પ્રજાજનો દ્વારા વારંવાર ભિલોડા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિત, મૌખિક ન્યાયિક રીતે ધારદાર રજૂઆતો કરવા છતાં તેઓના પેટનું પાણી હલતું નથી ? વહીવટ જાણે કે ખાડે ગયો હોય તેવો ધાટ ધડાયો છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કરોડોના વિકાસની વાતો વચ્ચે સ્ટ્રીટ લાઈટ્સની ડિમાન્ડને લઈને અહેવાલો આવવા તે અત્યંત શરમ જનક બાબત છે.

Advertisement


 

 

 

 

 

રાત્રી દરમ્યાન સ્ટ્રિટ લાઈટ્સ બંધ અવસ્થામાં હોય અંધારપટનો અજાણ્યા તસ્કરોએ લાભ ઉઠાવી ભિલોડામાં હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં આવેલ રત્નકેશર બિલ્ડીંગ મટીરીયલ્સ અને વિનાયક બિલ્ડીંગ મટીરીયલ્સ નામની બે દુકાનોમાં મધ્ય રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનનો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. કેશ કાઉન્ટરમાંથી અંદાજીત રૂપિયા 30,000/- થી 40,000/- રોકડા રૂપિયા ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ચોરીના બનાવ સંદર્ભે દુકાનદારે પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે ચોરીના બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.