મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ભિલોડાના ખલવાડ ગામના રાણી તળાવ નજીકથી પસાર થતા રાહદારીનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજતા ભારે ચકચાર મચી છે. હીટ એન્ડ રનની ઘટનાનો ભોગ બનેલ યુવક ભિલોડા થી ઉત્તર પ્રદેશ તેના વતને જવા નીકળ્યો હતો. ખલવાડ ગામ નજીક રાણી તળાવ પાસે અકસ્માત નડતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાના પગલે ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

ઉત્તરપ્રદેશના સીમહરા કાસિમપુરના રાજુભાઈ ભગવાનદાસ ગુપ્તા ભીલોડાના સાંઈ મંદિર નજીક પીપળા ફળી માં રહી પકોડીના ધંધાર્થીને ત્યાં પકોડીના કારીગર તરીકે નોકરી કરતો હતો. મંગવારે રાજુભાઈ વતન જવા નીકળ્યા હતા અને ખલવાડ નજીક રાણીપુરા તળાવ નજીકથી પસાર થતા સમયે અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજતા અકસ્માતની ઘટનાના પગલે રાજુભાઈ ગુપ્તા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી. 

ભિલોડા પોલીસે મુકેશ બલવીરભાઈ રાઠોડની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.