મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં ખૂબ સહેલાઈથી માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ મળી રહે છે. ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી દરરોજ ગેરકાયદે રીતે દારૂ ઠાલવવામાં આવે છે. રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તરફથી નીત નવાં કીમિયા કરવામાં આવે છે.અત્રે નોંધનીય છે કે  રાજસ્થાનને જોડતી રાજ્યની સરહદ પરથી મોટાપ્રમાણમાં દારૂ ઠાલવવામાં આવે છે. ભિલોડા પોલીસે ટોરડા ગામ તરફથી આવતા વાહનોનું ટાકાટુકા નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરી શંકાસ્પદ ઝડપ સાથે આવતી ઇકો કારને અટકાવી તલાસી લેતા કારમાં પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનું મળી આવ્યું હતું ગુપ્ત ખાનામાં કાગળમાં વીંટાળી રાખી સંતાડેલ ૩૬ હજારનો વિદેશી દારૂ મળી આવતા ઇકો કાર ચાલક સહીત અન્ય એક શખ્શને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
ભિલોડા પીએસઆઈ કે કે રાજપૂત અને તેમની ટીમે સ્થાનિક બુટલેગરો અને તેમના હદ વિસ્તારમાંથી થતી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડધામ કરી રહી છે. ભીલોડા પોલીસ પ્રોહિબિશનની કામગીરી  અંગે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટોરડા ગામ તરફથી આવતાં વાહનોના ચેકિંગ દરમિયાન ટાકાટૂકા ગામે એક ઇકો ગાડી ઉભી રાખી તલાશી લીધી હતી. પોલીસને ગાડીની અંદરથી કંઇ જ ન મળ્યું ન હતું. જો કે, ચાલક અને તેની સાથે બેઠલી અન્ય વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતાં ગાડીચાલકે ઇકો ગાડીની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાં દારૂ હોવાનું જણાવ્યું હતું. ચોરખાનામાં તપાસ કરતાં તેની અંદરથી રૂપિયા 36,400ની કિંમતની 80 દારૂની બોટલ્સ મળી આવી હતી. ઝડપાયાંપોલીસે દારૂ અને ઇકો ગાડી મળી કુલ 1,36,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કાર ચાલક ઉદેપુરના રહેવાસી જીતેંદ્ર ધનરાજ ડામોર અને ડુંગરપુરના જીતેંદ્ર સોહનલાલ ખરાડીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.