મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: ભિલોડાના ડોડીસરા ગામના માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેની ટોળકીએ ૧૦ મહિના અગાઉ બે તાંત્રિકને તાંત્રિક વિધી માટે બોલાવી અપહરણ કરી મારમારી અને વીજકરંટ આપતા કડવાજી ગામેતીનું મોત નીપજ્યું હતું તાંત્રિકની હત્યામાં સમીર ડુંડ પણ સંડોવાયેલ હતો હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા ભિલોડા પોલીસ અને જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓ એક પછી એક હત્યારાઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ત્યારે હત્યામાં સંડોવાયેલા સમીર ઉર્ફે સમરો બિપીન ડુંડને ભિલોડા પોલીસે તેના વિસ્તારમાંથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ભિલોડા PI મનીષ વસાવા અને તેમની ટીમ ડોડીસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હત્યારો સમીર ડુંડ આ વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળતા સીમમાંથી સમીર ઉર્ફે સમરો બિપીન ડુંડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Advertisement


 

 

 

 

 

ડોડીસરા ગામે અપહરણ વીથ મર્ડરના ગુન્હા પર એક નજર

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના માથાભારે બુટલેગર સૂકો ડુંડના ગામના જ સાગરીત અને ભિલોડા નવા ભવનાથ રહેતા રામ પ્રકાશ ડુંડ,સમીર ડુંડ અને અન્ય બે શખ્સોએ કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડાને વિધી કરવાના બહાને ધોલવાણી ત્રણ રસ્તા પર બોલવી સ્કોર્પિઓ ગાડીમાં બળજબરી અપહરણ કરી તેમજ શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને પણ વિધિ કરવાનું કહી ગામ બહાર રોડ પર બોલાવી બોલેરો અને સ્વીફ્ટ ગાડીમાં પહોંચી કડવાભાઇ ગામેતીનું સ્વીફ્ટ કારમાં અપહરણ કરી બંને તાંત્રિકોને સૂકો ડુંડ અને તેના સાગરીતો ડોડીસરા ગામે સુકાના ઘેર લઇ ગયા હતા બંને તાંત્રિકોને લોંખડની પાઈપ વડે હુમલો કર્યો હતો અને પીઠના ભાગે ઘા ઝીંક્યા હતા કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતો એટલે થી ન અટકતા કડાવાજી ગામેતીને સ્વીચ બોર્ડમાંથી વીજવાયર વડે વીજકરંટ આપતા અને સૂકો ડુંડની મોટી પત્ની બંને તાંત્રિકોને ગડદાપાટુનો માર મારતા કડવાજી ગામેતી બે ભાન થઇ ઢળી પડતા સૂકો ડુંડ અને તેના સાગરીતો નાસી ગયા હતા કડવાંજી ગામેતીનું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી હત્યાની ઘટનાના પગલે ભિલોડા પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓના ધાડેધાડા ભિલોડા શહેરમાં ખડકી દીધા હતા હત્યાની ઘટનાના પગલે ભિલોડા પંથકમાં ભરેલા અગ્ની જેવી સ્થિતી પ્રવર્તી રહી છે.

ભિલોડા પોલીસે કલ્પેશકુમાર નવજીભાઈ બરંડા (રહે,કુડોલપાલ) ની ફરિયાદના આધારે ૧) સૂકો ઉર્ફે ભંવરલાલ બાબુભાઇ ડુંડ,૨) તેની મોટી પત્ની ,૩)રામ પ્રકાશભાઈ ડુંડ,૪) સમીર ડુંડ,અને અન્ય બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૨૪,૩૦૨,૩૦૭,૩૬૪,૫૦૪,૫૦૬ (૨),૧૨૦ તેમજ જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.